ગુજરાત/ IOA દ્વારા સાત વર્ષ પછી નેશનલ ગેમ્સનું આયોજન, ગુજરાત બનશે યજમાન : CM ભુપેન્દ્ર પટેલ

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે માત્ર બે મહિનાના સમયમાં યજમાન બનવા માટે ગુજરાતના વખાણ કર્યા હતા.

Top Stories Gujarat
નેશનલ ગેમ IOA દ્વારા સાત વર્ષ પછી નેશનલ ગેમ્સનું આયોજન, ગુજરાત બન ભૂપેન્દ્ર પટેલ યુવા અને સ્પોર્ટ્સ અંગે કેટલીક મહત્વની જાહેરાત કરશે.' અને આજ રોજ સવારે નવ વાગ્યે મુખ્યમંત્રી દ્વારા રાજયમાં નેશનલ ગેમના આયોજન અંગે ટ્વિટ કરી ને જાહેરાત કરી છે. 

ગઇકાલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘આવતીકાલે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુવા અને સ્પોર્ટ્સ અંગે કેટલીક મહત્વની જાહેરાત કરશે.’ અને આજ રોજ સવારે નવ વાગ્યે મુખ્યમંત્રી દ્વારા રાજયમાં નેશનલ ગેમના આયોજન અંગે ટ્વિટ કરી ને જાહેરાત કરી છે. 25 હજારથી વધુ રમતવીરો લેશે ભાગ. IOAનો મુખ્યમંત્રીએ આભારમાન્યો હતો.

4587Untitled 6 IOA દ્વારા સાત વર્ષ પછી નેશનલ ગેમ્સનું આયોજન, ગુજરાત બનશે યજમાન : CM ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ‘મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.’

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) સાત વર્ષના લાંબા અંતરાલ પછી સપ્ટેમ્બરમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવા જઇ રહ્યું છે. અને જેની યજમાની માટે ગુજરાતે સંમતિ આપી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે માત્ર બે મહિનાના સમયમાં યજમાન બનવા માટે ગુજરાતના વખાણ કર્યા હતા.

ઠાકુરે ગુરુવારે અહીં કોમનવેલ્થ ગેમ્સ માટે કીટ (પોશાક) ના અનાવરણ માટે આયોજિત એક કાર્યક્રમની બાજુમાં જણાવ્યું હતું કે, “એશિયન ગેમ્સ સ્થગિત કર્યા પછી, કેન્દ્ર સરકારે IOAને રાષ્ટ્રીય રમતોના આયોજન પર વિચાર કરવા કહ્યું છે.” કહ્યું અને ગુજરાત તેની યજમાની કરવા તૈયાર થઈ ગયું. ઠાકુરે કહ્યું, “ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ અને યુનિવર્સિટી ગેમ્સની સફળતા પછી, અમે તેને આગળ લઈ જવાનું નક્કી કર્યું અને વધુ ગ્રાસરુટ લેવલ ટૂર્નામેન્ટ્સનું આયોજન કરવાની યોજના બનાવી. તેનાથી ભારતમાં જ ખેલાડીઓને સારો અનુભવ મળી શકે છે.

“2015 પછી, IOA રાષ્ટ્રીય રમતનું આયોજન કરી શક્યું નથી કારણ કે તેમાં કોઈપણ રાજ્યની ભાગીદારી શામેલ છે. કોઈ ને કોઈ સમસ્યાને કારણે તે થઈ રહ્યું ન હતું તેથી અમે એશિયન ગેમ્સ સમયે તેનું આયોજન કરવા વિનંતી કરી હતી.IOA તેના માટે સંમત થયું અને ગુજરાત યજમાન બનવા માટે સંમત થયું. અમે ગુજરાતના આભારી છીએ કારણ કે માત્ર બે મહિનામાં આટલી મોટી ઇવેન્ટનું આયોજન કરવું સહેલું નથી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે અને સ્પોર્ટસ કારકીર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે.

વધુમાં CMએ કહ્યું હતું કે, ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે. યુવાઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જવળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવામાં આવશે.

World / Update : જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેની ગોળી મારી હત્યા!