Not Set/ કુરુક્ષેત્ર : કાલકા-હાવડા એક્સપ્રેસમાં શોર્ટ-સર્કીટને લીધે લાગી આગ, ૫ ઘાયલ

દેશમાં ટ્રેનની દુર્ઘટનાની કોઈ કમી નથી રહી. દુનિયાનું સૌથી મોટું રેલ્વે નેટવર્ક ધરાવતો દેશ ભારત છે પણ દુર્ઘટના પણ તેટલી જ વધારે જોવા મળે છે. Haryana: Fire had broken out in the front coach of Kalka Howrah Express between Dhirpur to Dhoda Khedi Railway Station, near Kurukshetra earlier this morning. No casualties reported. 2 passengers, […]

Top Stories India Trending
15027161333 7d4d242c1e b કુરુક્ષેત્ર : કાલકા-હાવડા એક્સપ્રેસમાં શોર્ટ-સર્કીટને લીધે લાગી આગ, ૫ ઘાયલ

દેશમાં ટ્રેનની દુર્ઘટનાની કોઈ કમી નથી રહી. દુનિયાનું સૌથી મોટું રેલ્વે નેટવર્ક ધરાવતો દેશ ભારત છે પણ દુર્ઘટના પણ તેટલી જ વધારે જોવા મળે છે.

મંગળવારે સવારે દિલ્લી-અમૃતસર ટ્રેક પર એક દુર્ઘટના બની છે.

કુરુક્ષેત્રના ધીરપુર ગામ નજીક કાલકા-હાવડા એક્સપ્રેસમાં શોર્ટ-સર્કીટને લીધે આગ લાગી છે.આ આગને લીધે ૫ મુસાફરો ઘાયલ થયા છે જેમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષો શામેલ છે.

આ ટ્રેન કાલકાથી દિલ્લી તરફ જઈ રહી હતી. આગની ખબર મળતા જ રેલ્વે પોલીસ, રેલ્વે અધિકારી અને બચાવ કર્મીઓ ઘટનાસ્થળે પહોચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટના સવારે ૪ વાગ્યાની છે. આગ બાદ આ ટ્રેકને બંધ કરી દેવામાં આવ્યો છે અને કરનાલથી પંજાબ અને પંજાબથી દિલ્લી જનારી દરેક ગાડીઓની અટકાવી દેવાઈ છે.