Not Set/ દિલ્હીની આબોહવામાં ઝેર, 2016માં 15 હજાર લોકો વાયુ પ્રદૂષણનો ભોગ બન્યા

વાયુ પ્રદુષણને લઈને દેશની રાજધાની દિલ્હીમાં વર્ષ 2016માં 15 હજાર લોકો આકાળે મૃત્યુ પામ્યા હતા. વાયુ પ્રદૂષણથી થતી બીમારીઓ ના કારણે 2016માં 15 હજાર લોકો સમય પહેલા જ કાળનો ભોગ બન્યા હતા. આ સ્ટડી અંતર્ગત ભારત, થાઈલેન્ડ અને સિંગાપુરના સંશોધકોએ દક્ષિણ એશિયા અને ચીનના મોટા શહેરોમાં પ્રદૂષણથી થયેલા મૃત્યુનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં જણાવાયું છે […]

Top Stories India
1 30 દિલ્હીની આબોહવામાં ઝેર, 2016માં 15 હજાર લોકો વાયુ પ્રદૂષણનો ભોગ બન્યા

વાયુ પ્રદુષણને લઈને દેશની રાજધાની દિલ્હીમાં વર્ષ 2016માં 15 હજાર લોકો આકાળે મૃત્યુ પામ્યા હતા. વાયુ પ્રદૂષણથી થતી બીમારીઓ ના કારણે 2016માં 15 હજાર લોકો સમય પહેલા જ કાળનો ભોગ બન્યા હતા. આ સ્ટડી અંતર્ગત ભારત, થાઈલેન્ડ અને સિંગાપુરના સંશોધકોએ દક્ષિણ એશિયા અને ચીનના મોટા શહેરોમાં પ્રદૂષણથી થયેલા મૃત્યુનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં જણાવાયું છે કે વયસ્કોને થતી બીમારીઓ જેવી કે હૃદયની બીમારી, સ્ટ્રોક, ફેફસાની બીમારીઓ અને ફેફસા સંબંધિત કેન્સર જયારે બાળકોને શ્વસન સંબંધિત બીમારી પ્રદુષણ સાથે જોડાયેલી છે.

પ્રદૂષણ સંબંધિત અધિકતમ મૃત્યુ ત્યારે થાય છે જયારે પ્રદુષણ સ્તર 2.5 હોય છે. પ્રદૂષણનું આ સ્તર દિલ્હી, સિંગાપુર અને શાંઘાઈમાં મળી આવે છે. જે કારણે ચીનના બેઇજિંગ શહેરમાં 18,200, શાંઘાઈમાં 17,600 અને દિલ્હીમાં 15,000 લોકોના મૃત્યુ થયા હતા.

GettyImages 871511920IndiaDelhi.0 e1531491904434 દિલ્હીની આબોહવામાં ઝેર, 2016માં 15 હજાર લોકો વાયુ પ્રદૂષણનો ભોગ બન્યા

ચીની શહેરોમાં ઉચ્ચ મૃત્યુ દર માપવામાં આવ્યો છે. જયારે ક્ષેત્રફળની રીતે જનસંખ્યા દિલ્હીમાં વધારે છે. આનું એક કારણ એ પણ છે કે ચીનમાં વૃદ્ધ લોકોની સંખ્યા દિલ્હી જેવા શહેરોની સરખામણીમાં વધારે છે. 2011ના જનસંખ્યા આંકડાઓ મુજબ બેઇજિંગમાં જનસંખ્યા 2.2 કરોડ અને દિલ્હીમાં 1.8 કરોડ છે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતના પાંચ મોટા શહેરોમાંનુ એક મુંબઈ પ્રદૂષણથી થતા મૃત્યુમાં ચોથા નંબર પર છે. સાથે જ ચેન્નાઇ અને બેંગ્લોરમાં પહેલી વાર પીએમ 2.5નું સ્તર માપવામાં આવ્યું છે. ભારતમાં વાયુ પ્રદુષણ એક મોટી પરેશાની બની રહ્યું છે.

delhi pollution2 e1531491926998 દિલ્હીની આબોહવામાં ઝેર, 2016માં 15 હજાર લોકો વાયુ પ્રદૂષણનો ભોગ બન્યા

મહત્વનું છે કે ગયા વર્ષે પણ એક અધ્યયનમાં કહેવાયું હતું કે ભારતમાં વર્ષ 2015માં પ્રદુષણ સ્તર 2.5 પીએમ હોવાના કારણે 11 લાખ લોકોના  મૃત્ય થયા હતા. સરકાર સખ્ત પગલાં નહિ લે તો વાયુ પ્રદૂષણના કારણે થતા મૃત્યુનો આંકડો 2050 સુધીમાં 36 લાખ સુધી હોંચી શકે છે.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કચરાનો નિકાલ કરવામાં નાકામ રહેલા દિલ્હીના ઉપરાજ્યપાલને ફટકાર લગાવી હતી.