Not Set/ લાખોની કમાણી ધરાવતી જોબ છોડી સન્યાસી બનશે આ યુવાન

બોમ્બે આઈઆઈટી માંથી કેમિકલ એન્જિનીયરીંગમાં ગ્રેજ્યુએટ કર્યું છે અને લાખોનું પેકેજ ધરાવતી જોબ પણ મળી હતી. 29 વર્ષનો સંકેત પારેખ વધુ ભણવા માટે અમેરિકા જવાનો પણ પ્લાન હતો. પણ તેના એક મિત્ર પાસે ઓનલાઈન ચેટ પર વાત થયા પછી બધું જ બદલાઈ ગયું. તેના સીનીયર મિત્ર ભાવિક શાહ સાથે ચેટમાં વાત કર્યા બાદ તેને દીક્ષા […]

India
62517476 લાખોની કમાણી ધરાવતી જોબ છોડી સન્યાસી બનશે આ યુવાન

બોમ્બે આઈઆઈટી માંથી કેમિકલ એન્જિનીયરીંગમાં ગ્રેજ્યુએટ કર્યું છે અને લાખોનું પેકેજ ધરાવતી જોબ પણ મળી હતી. 29 વર્ષનો સંકેત પારેખ વધુ ભણવા માટે અમેરિકા જવાનો પણ પ્લાન હતો. પણ તેના એક મિત્ર પાસે ઓનલાઈન ચેટ પર વાત થયા પછી બધું જ બદલાઈ ગયું.

તેના સીનીયર મિત્ર ભાવિક શાહ સાથે ચેટમાં વાત કર્યા બાદ તેને દીક્ષા લેવાનો નિર્યણ લીધો હતો. ભાવિક શાહે 2013માં દીક્ષા લીધી હતી. સંકેત કહે છે કે, હું તો નાસ્તિક હતો. મેં ધાર્યું હોત તો સારી જોબ કરીને હું લાઈફ સેટ કરી દેત પણ મને આજે જે આંતરિક શાંતિનો હું અનુભવ કરું છું, તે મને ક્યારેય ન મળી હોત.

વધુમાં કહ્યું કે, પહેલીવાર હું આત્મા શરીર અને મન વિશે વિચારતો થયો. જેને કારણે મારી જીજ્ઞાસા વૃતિ વધી અને તેથી મેં જૈન ધર્મનો અભ્યાસ શરુ કર્યો. તેને કહ્યું કે તે વાર્ષિક રૂ 12 લાખનો ઇન્કમ ટેક્સ ભરે છે.

જૈન સમાજના હાલના જ વર્ષોમાં નાની વય અથવા યુવાન વયના લોકો દીક્ષા ગ્રહણ કરીને સન્યાસ લેવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. સત્વભૂષણજી મહારાજ કહે છે, કે જે લોકો વધુ ભણેલા હોય છે તેઓ ધર્મને વધુ ગંભીરતાથી અને પૂર્ણરૂપે સમજી શકે છે.