Not Set/ ગ્વાલિયરમાં અટલજીની અસ્થી કળશ યાત્રામાં પરિવારનાં સદસ્યોને કરાયા નજરઅંદાજ, વાંચો, તંત્રની આ લાપરવાહી

ગ્વાલિયર, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ તેમની અસ્થી કળશ યાત્રા છત્તીસગઢ બાદ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં યોજાઇ હતી. જો કે આ કળશ યાત્રામાં એક એવી ઘટના સામે આવી છે તે જોઇને તમે પણ ચકિત થઇ જશો હકીકતમાં, આ યાત્રામાં અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્યોને ધ્યાનબાર કરવામાં આવ્યા હતા. આ અંગે સામે આવેલા અમુક દ્રશ્યોએ આ […]

India

ગ્વાલિયર,

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ તેમની અસ્થી કળશ યાત્રા છત્તીસગઢ બાદ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં યોજાઇ હતી. જો કે આ કળશ યાત્રામાં એક એવી ઘટના સામે આવી છે તે જોઇને તમે પણ ચકિત થઇ જશો

હકીકતમાં, આ યાત્રામાં અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્યોને ધ્યાનબાર કરવામાં આવ્યા હતા. આ અંગે સામે આવેલા અમુક દ્રશ્યોએ આ વાતની સાક્ષી પૂરી છે. આ અસ્થી કળશ યાત્રામાં આયોજકો અટલ બિહારીની ભત્રીજી માટે એક ટેક્સી પણ બુક કરાવી શક્યા ન હતા. આ કારણે સ્વર્ગસ્થ અટલ બિહારીની ભત્રીજી જેનું નામ કાંતિ મિશ્રા છે એ રીક્ષામાં પોતાના ઘરે પરત ફર્યા હતા.

કાંતિ મિશ્રા પોતાનાં પતિ અને પરિવારનાં બીજા સભ્યો સાથે યાત્રામાંથી પોતાના ઘરે પરત રીક્ષામાં આવ્યા હતા.

ગ્વાલિયરના ફૂલબાગ મેદાનમાં શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સીએમ શિવરાજસિંહ ચૌહાણ, એમપી બીજેપી અધ્યક્ષ રાકેશ સિંહ, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર, પ્રભાત ઝા વગેરે નેતા કળશ યાત્રામાં હાજર રહ્યાં હતા.

બીજેપીનાં વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે, “બિહારીનાં અસ્થી કળશને બીજેપી અધ્યક્ષ ધરમલાલ કૌશિક દિલ્લીથી લઈને બુધવારે રાયપુર પહોચ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી રમણ સિંહ અને એમનાં મંત્રીમંડળનાં સદસ્યો એરપોર્ટ પહોચી ગયાં હતા, જ્યાંથી કળશને અટલ પ્રાથના રથ સાથે લઇ જવામાં આવ્યું.

આ રથ પર મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સાંસદ, રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડે સહિત બીજાં વરિષ્ઠ નેતાઓ સવાર હતા.

બીજેપી નેતાઓએ કહ્યું હતું કે, અટલજીનો અસ્થી કળશ વિમાનમથકથી તેલીબાંધા ચોક પહોચ્યું હતું, જ્યાંથી એ શહેરનાં અન્ય માર્ગોથી પસાર થઈને ભાજપનાં શહેર કાર્યાલય એકાત્મ પરિસર પર પહોચી જ્યાં કળશ યાત્રાનું સમાપન થયું.

આ કળશ યાત્રામાં શહેરમાં ઠેર-ઠેર મોટી સંખ્યામાં લોકો અટલને શ્રધ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા. એકાત્મ પરિસર પ્રાર્થના સભામાં અસ્થિને સામાન્ય લોકોના દર્શનાર્થે રાખવામાં આવી હતી. ત્યારબાદ અસ્થિને રાજ્યની મુખ્ય નદીઓમાં વિસર્જિત કરવામાં આવશે.

આ પ્રાથના સભામાં વિધાનસભા અધ્યક્ષ ગૌરીશંકર અગ્રવાલ, સાંસદ રમેશ, કેન્દ્રીયમંત્રી વિષ્ણુ દેવ, અનુસુચિત જાતિ મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિચાર અને પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અટલ બિહારીની કળશ યાત્રા જયારે રાયપુર પહોચી ત્યારે શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં છત્તીસગઢ સરકારનાં બે મંત્રી હસતાં નજર આવ્યા હતા. આ ગંભીર માહોલમાં અજય ચંદ્રાકર અને વ્રજમોહન અગ્રવાલ હસી રહ્યાં હતા. જયારે આ મંત્રીઓનો હસવાનો અવાજ ભાજપા પ્રદેશ અધ્યક્ષનાં કાને પડ્યો કે તરત જ એમણે બંને મંત્રીઓને કડક શબ્દોમાં સુચના આપી હતી.