Not Set/ રેપ કેસમાં આરોપી આસારામ અંગે ચુકાદો તો આવી ગયો, હવે આગળ શું ? વાંચો.

જોધપુર, સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ મંગળવારે આજીવન કેદની સજા ફટકારી છે. જયારે અન્ય આરોપીઓ રાજદાર શિલ્પી અને શરતચંદ્રને ૨૦-૨૦ વર્ષની સજા ફટકારી છે. કોર્ટ દ્વારા શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નોધનીય છે કે, આસારામ પર સગીર શિષ્યાએ ૨૦૧માં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો […]

Top Stories India

જોધપુર,

સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ મંગળવારે આજીવન કેદની સજા ફટકારી છે. જયારે અન્ય આરોપીઓ રાજદાર શિલ્પી અને શરતચંદ્રને ૨૦-૨૦ વર્ષની સજા ફટકારી છે.

કોર્ટ દ્વારા શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નોધનીય છે કે, આસારામ પર સગીર શિષ્યાએ ૨૦૧માં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો ત્યારથી આ કેસનો આરોપી સાડા ચાર વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે.

આ પ્રમાણે ૭૭ વર્ષીય આસુમલ થાઉમલ હરપલાની ઉર્ફ આસારામની બાકી જીંદગી હવે જેલના સળિયા પાછળ જ પસાર થશે. જોધપુરની સેન્ટ્રલ જેલમાંથી જજ મધુસુદન શર્માનો નિર્ણય સંભળાતા જ આરોપી આસારમ રડી પડ્યો હતો. આ પહેલા મંગળવાર સવારે જયારે જજે દોષિત ઠેરવ્યો હતો ત્યારે તે હસી પડ્યો હતો અને રામ નામનું જપ કરતો હતો.

જોધપુરની સ્પેશિયલ કોર્ટના જજ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને હવે હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. આ અંગે વધુમાં જણાવતા આસારામના પ્રવક્તા નીલમ દુબેએ કહ્યું, “અમે કોર્ટના આ ચુકાદા બાદ અમારા કાયદાકીય નિષ્ણાંતો સાથે ચર્ચા કરી ભવિષ્યમાં શું પગલા ભરી શકાય છે તે અંગે વિચારણા કરવામાં આવશે. અમને આપના કાયદા પર પૂર્ણ વિશ્વાસ છે.

તેઓએ વધુમાં એ પણ જણાવ્યું હતું કે, “આસારામને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાની વિરુધ સ્ટે માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે”.

તો હવે આ કોર્ટના ચુકાદા બાદ શું થઇ છે આગળ :

૧. નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને આરોપીના વકીલો આ નિર્ણયને હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. તેઓ આ અરજીમાં અપીલ કરી શકે છે કે, આ ચુકાદો અમને માન્ય નથી તેથી આ ચુકાદા અંગે હાઇકોર્ટમાં ફેરવિચારણા કરવામાં આવે.

૨. આરોપ પક્ષ દ્વારા ઉપલી કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ હાઇકોર્ટ આ અરજીને ફગાવી શકે છે અથવા તો તેને સ્વીકાર કરી શકે છે અને આ ચુકાદા અંગે સુનાવણી પણ કરી શકે છે.

૩. હાઇકોર્ટ દ્વારા આ ચુકાદા અંગે સુનાવણી હાથ ધરવામાં આવે છે તો આરોપ પક્ષના વકીલ આ ચુકાદા પર સ્ટે આપવા માટે માંગ કરી શકે છે.

૪. આ ઉપરાંત સંભવિત હાઇકોર્ટ દ્વારા આ ચુકાદા અંગે સ્ટે આપવામાં આવે તો આરોપ પક્ષના વકીલ વધુ એક અરજી કરી શકે છે કે અને કોર્ટ દ્વારા આ કેસ અંગે પોતાનો અંતિમ નિર્ણય આપવામાં ન આવે ત્યાં સુધી આરોપીને જામીન આપવા માટે અપીલ કરી શકે છે.

૫. હાઇકોર્ટના જામીન અરજી કરતી વખતે આરોપ પક્ષના વકીલ આરોપી આસારામની ૭૭ વર્ષની ઉંમર તેમજ તેની બીમારી અંગેના કારણો રજુ કરી શકે છે.

૬. બીજી બાજુ આરોપ પક્ષના વકીલની આ અરજી પર જયારે આરોપીને હાઇકોર્ટ જામીન આપે છે ત્યારે આસારામનો જેલમાંથી છુટકારો થઇ શકે છે.

૭. પરંતુ સામાન્ય સંજોગોમાં જયારે કોઈ પણ નીચલી કોર્ટ દ્વારા આરોપીને કોઈ કેસમાં આજીવન કેદની સજા ફટકારતી હોઈ છે ત્યારે હાઇકોર્ટ દ્વારા આરોપીને જામીન મળવા લગભગ અસંભવ છે.

૨૦૧૩માં પીડિતાએ આસારામ વિરુધ કરી હતી FIR

મહત્વનું છે કે, પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ ચોકીમાં ૧૯ ઓગસ્ટ ૨૦૧૩માં આસારામના વિરુધમાં એફઆઈઆર નોંધાવી હતી. પીડીતાએ પોતાના આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ૧૫ અને ૧૬ ઓગસ્ટે જોધપુરના એક ફાર્મહાઉસમાં આસારામે ઈલાજ કરવાના બહાને તેનું યૌન શોષણ કર્યું હતું

જો કે ત્યારબાદ આસારામ પર ઝીરો નંબરની એફઆઈઆર નોંધવામાં આવી તે પછી જોધપુર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. આસારામ વિરુદ્ધ IPCની ધારા 342, 376, 354-a, 506, 509/34, જેજે એક્ટ 23વ 26 અને પોક્સો એક્ટની કલમ ૮ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.