Not Set/ રાજકોટ: અગમ્ય કારણોસર યુવકે કરી આત્મહત્યા

રાજકોટ, રાજકોટના જેતપુર શહેરમાં નવાગઢ બળદેવની ધાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતાં કોળી યુવકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. હિતેશભાઈ પ્રવિણભાઈ જમોડ ઉ.વ.26 નામના યુવકે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં આજુબાજુ રહીશોમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ જેતપુર […]

Gujarat

રાજકોટ,

રાજકોટના જેતપુર શહેરમાં નવાગઢ બળદેવની ધાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતાં કોળી યુવકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. હિતેશભાઈ પ્રવિણભાઈ જમોડ ઉ.વ.26 નામના યુવકે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં આજુબાજુ રહીશોમાં ચકચાર મચી ગઈ હતી.

આ બનાવની જાણ જેતપુર શહેર પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમણે પોતાના ઘરે પંખા સાથે આત્મહત્યા કરી લેનાર યુવકની લટકતી લાશને નીચે ઉતારીને જેતપુરની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી. તેમજ મૃતક કોળી યુવકે ક્યાં કારણોસર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી અને આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.