Not Set/ ઈસરો દ્વારા શરુ કરાયું “મિશન અંતરિક્ષ”, ૭ મહિનામાં કરાશે ૧૯ લોન્ચિંગ

નવી દિલ્હી, ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વધુ એક અંતરિક્ષમાં ડંકો વગાડવામાં આવશે. અંદાજે ૫ મહિના સુધી કોઈ લોન્ચિંગ હાથ ધરાયા બાદ હવે ઈસરો દ્વારા હવે મિશન અંતરિક્ષ શરુ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આગામી ૭ મહિનામાં ઈસરો દ્વારા એક “સ્પેસ સિરીઝ” કરવામાં આવશે જેના ભાગરૂપે ૧૯ લોન્ચિંગ કરવામાં […]

Top Stories India Trending
Untitled design 38 1 ઈસરો દ્વારા શરુ કરાયું "મિશન અંતરિક્ષ", ૭ મહિનામાં કરાશે ૧૯ લોન્ચિંગ

નવી દિલ્હી,

ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વધુ એક અંતરિક્ષમાં ડંકો વગાડવામાં આવશે. અંદાજે ૫ મહિના સુધી કોઈ લોન્ચિંગ હાથ ધરાયા બાદ હવે ઈસરો દ્વારા હવે મિશન અંતરિક્ષ શરુ કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આગામી ૭ મહિનામાં ઈસરો દ્વારા એક “સ્પેસ સિરીઝ” કરવામાં આવશે જેના ભાગરૂપે ૧૯ લોન્ચિંગ કરવામાં આવશે, જેમાં ઈસરોનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાના એક “ચંદ્રયાન – ૨” પણ છે. ઈસરો દ્વારા આ “સ્પેસ સિરીઝ”ની શરૂઆત સપ્ટેમ્બરથી જ ચાલુ કવામાં આવશે.

DSOe9wGWAAEjF2Z ઈસરો દ્વારા શરુ કરાયું "મિશન અંતરિક્ષ", ૭ મહિનામાં કરાશે ૧૯ લોન્ચિંગ
national-isro-launch-19-missions-7-months-september-15-chandrayan-2

ઈસરોના ચેરમેન કે. શિવને જણાવ્યું હતું કે, “અમે ૧૯ સ્પેસ મિશન શરુ કરવા જઈ રહ્યા છીએ. જેમાં ૧૦ સેટેલાઈટ અને ૯ લોન્ચ વિહિકલ રહેશે. આ સંપૂર્ણ મિશન  સપ્ટેમ્બર મહિનાથી લઇ માર્ચ વચ્ચે સંપન્ન કવામાં આવશે. ઈસરો માટે ઓછામાં ઓછો સમયમાં લોન્ચિંગ કરવામાં આવશે.

દરેક ૩૦ દિવસમાં કરાશે ૨ લોન્ચિંગ

DlrKGJrXgAAcYtp ઈસરો દ્વારા શરુ કરાયું "મિશન અંતરિક્ષ", ૭ મહિનામાં કરાશે ૧૯ લોન્ચિંગ
national-isro-launch-19-missions-7-months-september-15-chandrayan-2

તેઓએ વધુમાં જણવ્યું હતું કે, “અમારે દરેક ૩૦ દિવસોમાં ૨ લોન્ચિંગ કરવા પડશે. આ પહેલા આ પ્રકારનું મીશન ક્યારેય હાથ ધરવામાં આવ્યું નથી. ૧૫ સપ્ટેમ્બરથી PSLV (પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ) C42 ના લોન્ચિંગ સાથે જ આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

ઓક્ટોબર મહિનામાં ઈસરો દ્વારા “બાહુબલી”ના નામથી કરવામાં આવનારા GSLV MkIII-D2નું લોન્ચિંગ કરવામાં આવશે. ૪ ટનની લિફ્ટિંગની ક્ષમતાવાળા ઈસરોના સૌથી શક્તિશાળી રોકેટનું લોન્ચિંગ કરાશે.

આ ઉપરાંત ઓક્ટોબર મહિનામાં PSLV C43નું લોન્ચિંગ કરવામાં આવશે. ત્યારબાદ નવેમ્બર ભારતીય વાયુસેના માટે મદદગાર થનારા GSAT-7A અને GSAT-11નું અને ડિસેમ્બર મહિનામાં PSLV C44 અને GSAT-31નું લોન્ચિંગ કરવામાં આવશે.

“ચંદ્રયાન – ૨” મિશન સાથે થશે નવા વર્ષની શરૂઆત

chandrayaan 2 isro ઈસરો દ્વારા શરુ કરાયું "મિશન અંતરિક્ષ", ૭ મહિનામાં કરાશે ૧૯ લોન્ચિંગ
national-isro-launch-19-missions-7-months-september-15-chandrayan-2

ઈસરોના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોતાના મહત્વકાંક્ષી “ચંદ્રયાન – ૨” મિશનનું લોન્ચિંગ ૩ જાન્યુઆરીથી લઇ ૧૬ ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવશે. આ મિશનના સફળ લોન્ચિંગ બાદ ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ દુનિયાનો ચોથો દેશ બની જશે.

નવા વર્ષની શરૂઆત “ચંદ્રયાન – ૨” સાથે કર્યા બાદ ઈસરો દ્વારા PSLV C45 રોકેટ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ Risat-2Bને કક્ષામાં સ્થાપિત કરશે. આ જ પ્રકારે ફેબ્રુઆરીમાં PSLV C46 રોકેટ Cartosat-3 અને NEMO AM નામના બે સેટેલાઈટ લોન્ચ કરશે. ત્યારબાદ માર્ચ મહિનામાં Risat-2BR1, Risat-2B, Cartosat-3 અને Risat-2BR1 લોન્ચ કરવામાં આવશે.