Not Set/ જમ્મુ-કાશ્મીરમાં 30 વાંધાજનક ટીવી ચેનલો કરાઈ બંધ … જાણો શું છે કારણ

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એન એન વોહરાએ રાજ્યના કેબલ ઓપરેટર્સને 30 ચેનલ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આમાં પાકિસ્તાની ચેનલો જેવી કે GEO, ARY, QTV અને પીસ ટીવી પણ શામેલ છે. આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરમાં દેશદ્રોહી તત્વો અને વિરોધી તત્વો દ્વારા ફેલાવવામાં આવતી વાંધાજનક બાબતોને રોકવા માટે 22 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ ચેનલો […]

Top Stories India
d63df5c3 c020 4f9f 904b 5187267c15d7 જમ્મુ-કાશ્મીરમાં 30 વાંધાજનક ટીવી ચેનલો કરાઈ બંધ ... જાણો શું છે કારણ

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એન એન વોહરાએ રાજ્યના કેબલ ઓપરેટર્સને 30 ચેનલ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આમાં પાકિસ્તાની ચેનલો જેવી કે GEO, ARY, QTV અને પીસ ટીવી પણ શામેલ છે. આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરમાં દેશદ્રોહી તત્વો અને વિરોધી તત્વો દ્વારા ફેલાવવામાં આવતી વાંધાજનક બાબતોને રોકવા માટે 22 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

આ ચેનલો પર મુકાયો પ્રતિબંધ :

પીસ ટીવી ઈંગ્લીશ 

પીસ ટીવી ઉર્દુ 

ARY કયુટીવી 

મદની ચેનલ 

નૂર ટીવી 

હદી ટીવી 

પૈગામ ટીવી

હિદાયત 

સાઉદી અલ-સુન્નાહ અલ-નબવીયાહ 

સાઉદી અલ-કુરાન અલ-કરીમ 

સેહર કરબલા ટીવી 

અહલી-બિયાત ટીવી 

મેસેજ ટીવી 

હમ ટીવી 

ARY ડિજિટલ એશિયા 

હમ સિતારે 

ARY જિંદગી 

ARY મ્યુઝિક 

ટીવી વન 

ARY મસાલા 

ARY ઝાઉક 

એ ટીવી 

GEO ન્યુઝ 

ARY ન્યુઝ એશિયા 

અબ તક ન્યુઝ 

વાસેબ ટીવી 

92 ન્યુઝ 

દુનિયા ન્યુઝ 

સામના ન્યુઝ 

GEO તેઝ 

એક્સપ્રેસ ન્યુઝ 

ARY ન્યુઝ 

Channel Banned 660x330 e1531900316387 જમ્મુ-કાશ્મીરમાં 30 વાંધાજનક ટીવી ચેનલો કરાઈ બંધ ... જાણો શું છે કારણ

આ યાદીમાં ધાર્મિક ચેનલો ઉપરાંત એક સ્પોર્ટ્સ ચેનલ, બે રસોઈની ચેનલ અને એક મ્યુઝિક ચેનલ શામેલ છે.

 

રાજ્યના ગૃહ વિભાગે બધા ડેપ્યુટી કમિશનરને એક પત્ર લખીને વાંધાજનક ચેનલો સામે કાર્યવાહી કરવાં આદેશ આપ્યો હતો. પત્રમાં જણાવાયું હતું કે આ ચેનલો હિંસા ભડકાવવી તેમજ શાંતિની સ્થિતિનો ભંગ કરી શકે છે. તેથી એમને બંધ કરવામાં આવે.

સરકારે નિર્દેશો આપ્યા હતા કે જમ્મુ-કાશ્મીરમાં કથિત અનધિકૃત પાકિસ્તાની અને સાઉદી અરબની ચેનલો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ જમ્મુ-કાશ્મીરના ચીફ સેક્રેટરી સાથે આ બાબતે ચર્ચા કરી હતી અને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ કર્યો હતો.