Not Set/ પાકિસ્તાની મીડિયાએ સિદ્ધુને આપ્યો કરતારપુર કોરિડોરનો શ્રેય, સુષ્મા સ્વરાજની ટીકા

ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે બની રહેલા કરતારપુર સાહિબ કોરિડોરને લઈને બંને દેશોમાં રાજનીતિ ચાલી રહી છે. ભારતમાં આ કોરિડોરનો પાયો નાખવામાં આવી ચુક્યો છે. બુધવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પાકિસ્તાની સીમાની અંદર આ કોરિડોરનો પાયો રાખશે. કોંગ્રેસી નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુ આ કાર્યક્રમમાં સામેલ થવા પાકિસ્તાન પહોંચી ચુક્યા છે.  જ્યાં એમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. […]

Top Stories India
પાકિસ્તાની મીડિયાએ સિદ્ધુને આપ્યો કરતારપુર કોરિડોરનો શ્રેય, સુષ્મા સ્વરાજની ટીકા

ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે બની રહેલા કરતારપુર સાહિબ કોરિડોરને લઈને બંને દેશોમાં રાજનીતિ ચાલી રહી છે. ભારતમાં આ કોરિડોરનો પાયો નાખવામાં આવી ચુક્યો છે. બુધવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પાકિસ્તાની સીમાની અંદર આ કોરિડોરનો પાયો રાખશે.

કોંગ્રેસી નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુ આ કાર્યક્રમમાં સામેલ થવા પાકિસ્તાન પહોંચી ચુક્યા છે.  જ્યાં એમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયામાં પણ આના વિષે ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. પાકિસ્તાની મીડિયા તરફથી આ પહેલનો પૂરો શ્રેય નવજોત સિંહ સિદ્ધુને આપવામાં આવી રહ્યો છે. જયારે ભારત સરકાર તરફથી મોકલવામાં આવેલા મંત્રી હરસિમરત કૌર તેમજ અન્ય લોકોની ટીકા કરવામાં આવી રહી છે.

એક પાકિસ્તાની ન્યુઝ ચેનલમાં ચર્ચા દરમિયાન એક પેનલીસ્ટે જણાવ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ જયારે પાકિસ્તાન આવ્યા હતા, તો એમની અને  સેના પ્રમુખ કમર બાજવાની મુલાકાતથી કરતારપુર કોરિડોરની વાત આગળ વધી. સિદ્ધુના કારણે જ આજે આ કોરિડોર બનવા જઈ રહ્યો છે.

ચર્ચામાં બેઠેલા બીજા એક એક્સપર્ટે જણાવ્યું કે, ભારત સરકાર તરફથી જે મંત્રીઓને મોકલવામાં આવ્યા છે, એમને સિદ્ધુ સાથે કલેશ ચાલી રહ્યો છે. એવામાં આ કાર્યક્રમને લઈને ભારતના વલણને સમજી શકાય છે.

મહત્વનું છે કે, કરતારપુર સાહિબ ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત છે. પાકિસ્તાને ગુરુદ્વારાથી લઈને બોર્ડર સુધી કોરિડોર બનાવવાનો ફેંસલો કર્યો છે.