Not Set/ જાણો, શું છે IPCની ધારા ૩૭૭ ? બંધારણમાં આ સેક્શન હેઠળ શું છે સજાનું પ્રાવધાન 

નવી દિલ્હી, છેલ્લા કેટલાક વર્ષોથી સમલૈંગિક સંબંધોને અપરાધ માનવાની IPCની ધારા ૩૭૭ના પ્રાવધાનમાં સુધારો કરવા માટેની માંગ ઉઠી રહી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુરુવારે આ મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. In a landmark judgement, after months of deliberations, the Supreme Court struck down the Section 377 of the IPC which criminalised homosexualityRead @ANI Story | […]

India Trending
c192ea35828a3758b27209ff20e5c413 જાણો, શું છે IPCની ધારા ૩૭૭ ? બંધારણમાં આ સેક્શન હેઠળ શું છે સજાનું પ્રાવધાન 

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક વર્ષોથી સમલૈંગિક સંબંધોને અપરાધ માનવાની IPCની ધારા ૩૭૭ના પ્રાવધાનમાં સુધારો કરવા માટેની માંગ ઉઠી રહી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુરુવારે આ મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.

દેશની સર્વોચ્ચ અદાલત જણાવવામાં આવ્યું છે કે, સમલૈંગિકતા એ અપરાધ નથી”.

શું છે IPCની ધારા ૩૭૭ ?

blore gay pride જાણો, શું છે IPCની ધારા ૩૭૭ ? બંધારણમાં આ સેક્શન હેઠળ શું છે સજાનું પ્રાવધાન 
national-know-ipc-section-377-indian-penal-code-supreme-court-historic-verdict-homosexuality-punishment

IPC (ઇન્ડિયન પીનલ કોડ)ની ધારા ૩૭૭ની વાત કરવામાં આવે તો આ કાયદો ૧૮૬૨માં લાગુ કરવામાં આવ્યો હતો.

આ ધારા મુજબ, બે વયસ્ક સમલૈંગિક સંબંધો બાંધે છે તો તેને અપરાધ ગણવામાં આવે છે.

પોતાની સહમતીથી ૨ પુરુષ, સ્ત્રી તેમજ સમલૈંગિકો વચ્ચે થયેલા સંબંધો પણ આ ધારા હેઠળ આવે છે.

આ ધારા હેઠળ જો કોઈ અપરાધ થાય છે તો તે ગેર જમાનતી હોય છે.

આ ગુના માટે વ્યક્તિની ધરપકડ કરવા માટે વોરંટની જરૂરત હોતી નથી.

શું છે સજાનું પ્રાવધાન ?

આ ધારા હેઠળ સ્ત્રી કે પુરુષ સાથે યૌન સંબંધો માનવા પર આજીવન કેદ અથવા તો ૧૦ વર્ષ સુધીની સજાની સાથે આર્થિક દંડની પણ જોગવાઈ છે.

ધારા ૩૭૭ને ગેરકાયદેસર ઘોષિત કરવાની ઉઠી હતી માંગ

523462 lgbtq pti 1 જાણો, શું છે IPCની ધારા ૩૭૭ ? બંધારણમાં આ સેક્શન હેઠળ શું છે સજાનું પ્રાવધાન 
national-know-ipc-section-377-indian-penal-code-supreme-court-historic-verdict-homosexuality-punishment

આ વ્યવસ્થા વિરુધ દેશની સર્વોચ્ચ અદાલતમાં અલગ-અલગ પીટીશન કરવામાં આવી હતી. આ અરજીઓમાં બે એડલ્ટ વચ્ચે પોતાની સહમતીથી સમલૈંગિક યૌન સંબંધોને ગુનાની શ્રેણીમાં રાખવાવાળી ધારા ૩૭૭ને ગેરકાયદેસર અને અબંધારણીય ઘોષિત કરવાની માંગ કરવામાં આવી હતી.

૨૦૦૧માં દિલ્હી હાઈકોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો આ મુદ્દો

chandigarh chandigarh university hindustan people taking started fe46308e b1a1 11e8 a206 120fd6da8a0d જાણો, શું છે IPCની ધારા ૩૭૭ ? બંધારણમાં આ સેક્શન હેઠળ શું છે સજાનું પ્રાવધાન 

સમલૈંગિકતાનો મુદ્દો સૌથી પહેલા ૨૦૦૧માં એક અસરકારી સંસ્થા નાજ ફાઉન્ડેશન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા બે વયસ્કો વચ્ચેના સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર કરતા તેને ૨૦૦૯માં ગેરકાયદાકીય ઘોષિત કર્યો હતો.

ધારા ૩૭૭ હેઠળ ૧૫૦ વર્ષમાં ૨૦૦ કરાયા દોષિત જાહેર

IPCની ધારા ૩૭૭ હેઠળ દોષિત ઠેરવવામાં આવેલા લોકોની વાત કરવામાં આવે તો, ૧૮૬૨માં લાગુ કરાયા બાદ અત્યારસુધીમાં ૨૦૦ જેટલા લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.