Not Set/ NEETના રિઝલ્ટ બાદ સામે આવ્યા કટ ઓફના ડેટા, જુઓ

નવી દિલ્હી, દેશભરમાં એમબીબીએસ અને બીડીએસના કોર્સમાં એડમિશન લેવા માટે જરૂરી મનાતી NEETની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ ૧૩,૦૦,૦૦૦થી વધુ ઉમેદવારોમાંથી અંદાજે ૭,૧૪,૫૬૨ વિધાથીઓએ પરીક્ષા પાસ કરી છે. દેશભરમાં NEETની પરીક્ષામાં ૯૯.૯૯ PR સાથે કલ્પના કુમારીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. કલ્પના કુમારીએ કુલ ૭૨૦ માંથી ૬૯૧ માર્કસ મેળવ્યા છે. ત્યારે આ […]

India

નવી દિલ્હી,

દેશભરમાં એમબીબીએસ અને બીડીએસના કોર્સમાં એડમિશન લેવા માટે જરૂરી મનાતી NEETની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ ૧૩,૦૦,૦૦૦થી વધુ ઉમેદવારોમાંથી અંદાજે ૭,૧૪,૫૬૨ વિધાથીઓએ પરીક્ષા પાસ કરી છે.

દેશભરમાં NEETની પરીક્ષામાં ૯૯.૯૯ PR સાથે કલ્પના કુમારીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. કલ્પના કુમારીએ કુલ ૭૨૦ માંથી ૬૯૧ માર્કસ મેળવ્યા છે. ત્યારે આ પરિણામ બાદ એમબીબીએસ અને બીડીએસના કોર્સ માટે કટ ઓફ શું રહી શકે છે, તે અંગે એક અંગેજી અખબારે પોતાનો રિપોર્ટ રજુ કર્યો છે.

કટ-ઓફના ડેટા :

જનરલ કેટેગરી : ૫૦ PR (૬૯૧ – ૧૧૯) = ૬,૩૪,૯૮૭ ઉમેદવાર

OBC કેટેગરી : ૪૦ PR (૧૧૮ – ૯૬) = ૫૪,૬૫૩ ઉમેદવાર

SC કેટેગરી : ૪૦ PR (૧૧૮ – ૯૬) = ૧૭,૨૦૯ ઉમેદવાર

ST કેટેગરી : ૪૦ PR (૧૧૮ – ૯૬) = ૭૪૪૬ ઉમેદવાર

અન રિજર્વડ (PH) : ૪૫ PR (૧૧૮ – ૧૦૭) = ૨૦૫ ઉમેદવાર

OBC (PH) : ૪૦ PR (૧૦૬ – ૯૬) = ૧૦૪ ઉમેદવાર

એસસી (PH) : ૪૦ PR (૧૦૬ – ૯૬) = ૩૬ ઉમેદવાર

એસટી (PH) : ૪૦ PR (૧૦૬ – ૯૬) = ૧૨ ઉમેદવાર

મહત્વનું છે કે, દેશભરમાં ૬ મેના રોજ એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન માટે જરૂરી NEETની પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષામાં ૧૩,૨૬,૭૨૫ ઉમેદવારોએ ભાગ લીધો હતો. કુલ ૧૩,૨૬,૭૨૫ ઉમેદવારોમાંથી ૫,૮૦,૬૪૮ પુરુષ અને ૭,૪૬,૦૭૬ મહિલા પરીક્ષાર્થીઓ શામેલ હતા, જયારે એક ટ્રાંસજેન્ડરે પણ આ પરીક્ષા આપી હતી.