Not Set/ …જયારે કોંગ્રેસ નેતા સિંધિયા અચાનક જ પૂર્વ CM શિવરાજ સિંહના ઘરે પહોચ્યા

ભોપાલ, પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના રાજકારણમાં એકદમ જ ગરમાવો આવી ગયો છે,કારણ છે રાજ્યની બે વિરોધી પાર્ટીઓના નેતાઓની અચાનક જ મુલાકાત. હકીકતમાં, કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે સોમવાર રાત્રે અચાનક જ મુલાકાત થઇ હતી. અંદાજે ૪૦ મિનિટ સુધી આ બેઠક ચાલી હતી. જો કે આ મુલાકાત બાદ ઘરની બહાર આવીને […]

Top Stories India Trending
5udNJmtM ...જયારે કોંગ્રેસ નેતા સિંધિયા અચાનક જ પૂર્વ CM શિવરાજ સિંહના ઘરે પહોચ્યા

ભોપાલ,

પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના રાજકારણમાં એકદમ જ ગરમાવો આવી ગયો છે,કારણ છે રાજ્યની બે વિરોધી પાર્ટીઓના નેતાઓની અચાનક જ મુલાકાત.

હકીકતમાં, કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે સોમવાર રાત્રે અચાનક જ મુલાકાત થઇ હતી. અંદાજે ૪૦ મિનિટ સુધી આ બેઠક ચાલી હતી.

QVji ...જયારે કોંગ્રેસ નેતા સિંધિયા અચાનક જ પૂર્વ CM શિવરાજ સિંહના ઘરે પહોચ્યા
national-madhya-pradesh-bhopal-jyotiraditya-scindia-sudden-meeting-with-shivraj-singh-chauhan-sparks-political-buzz-in-mp

જો કે આ મુલાકાત બાદ ઘરની બહાર આવીને બંને નેતાઓએ આ મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી, પરંતુ રાજકીય ગણિત ચકાસતા આ મુલાકાતના સંકેત બીજા પણ હોઈ શકે છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા સોમવાર સાંજે અંદાજે ૬.૧૫ વાગ્યે પોતાના બે નજીકના લોકોના ઘરે શોક વ્યક્ત કર્યા બાદ તેઓએ અચાનક જ શિવરાજ સિંહને મળવા માટેનો પ્લાન બનાવ્યો હતો.

આ મુલાકાત અંગે સિંધિયાએ જણાવ્યું હતું કે, “આ શિષ્ટાચાર ભેટ હતી”. અમે ઘણા બધા મુદ્દાઓ પર વાતચીત કરી હતી. હું એ પ્રકારનો વ્યક્તિ છું કે, જે આજીવન જીવન સંબંધોની ખટાશ લઈને ચાલુ. હું રાત ગઈ, બાત ગઈમાં વિશ્વાસ રાખું છું”.

DxgWfS2UcAA qTR ...જયારે કોંગ્રેસ નેતા સિંધિયા અચાનક જ પૂર્વ CM શિવરાજ સિંહના ઘરે પહોચ્યા
national-madhya-pradesh-bhopal-jyotiraditya-scindia-sudden-meeting-with-shivraj-singh-chauhan-sparks-political-buzz-in-mp

શિવરાજે પણ કહ્યું હતું કે, “અમે મુલાકાત કરી અને ચર્ચા કરી, પરંતુ અમને કોઈ ફરિયાદ કે ખોટી ભાવના નથી”.

બીજી બાજુ આ મુલાકાતને લઈ રાજકારણમાં સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે અને અનેક ચર્ચાઓનો દોર જામ્યો છે. આ ઉપરાંત કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે, આ લોકસભા ચૂંટણી પહેલા કોઈ પ્રકારનું અરેંજમેન્ટ તો નથી ને એક તેનો કોઈ સંબંધ મધ્યપ્રદેશ વર્તમાન રાજનીતિ સાથે પણ હોઈ શકે છે.