Not Set/ મધ્ય પ્રદેશ ચૂંટણીમાં મોટી ચૂક : ત્રણ અધિકારીઓના મતદાન દરમિયાન મોત

મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે ખબર મળી રહી છે કે, ડ્યુટી પર તૈનાત કરવામાં આવેલા ત્રણ અધિકારીઓના હાર્ટ એટેકથી મોત થઇ ગયા છે. ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ ગુનાના બમોરીમાં તૈનાત અધિકારી સોહનલાલ બાથમનું હાર્ટ એટેકથી મોત થયું છે. વળી, ઇન્દોરમાં 55 વર્ષીય સહાયક શિક્ષક કૈલાશચંદ્ર પટેલનું સવારે મોત […]

Top Stories India
62 મધ્ય પ્રદેશ ચૂંટણીમાં મોટી ચૂક : ત્રણ અધિકારીઓના મતદાન દરમિયાન મોત

મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે ખબર મળી રહી છે કે, ડ્યુટી પર તૈનાત કરવામાં આવેલા ત્રણ અધિકારીઓના હાર્ટ એટેકથી મોત થઇ ગયા છે. ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ ગુનાના બમોરીમાં તૈનાત અધિકારી સોહનલાલ બાથમનું હાર્ટ એટેકથી મોત થયું છે. વળી, ઇન્દોરમાં 55 વર્ષીય સહાયક શિક્ષક કૈલાશચંદ્ર પટેલનું સવારે મોત થયું હતું.

જનસંપર્ક વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, નહેરુ નગરના એક મતદાન કેન્દ્રમાં ચૂંટણીની ડ્યુટી કરી રહેલા પટેલને મતદાન શરુ થવાના એક કલાક પહેલા સવારે સાત વાગે હાર્ટ અટેક આવ્યો હતો.

haryana polls pib e1543390430545 મધ્ય પ્રદેશ ચૂંટણીમાં મોટી ચૂક : ત્રણ અધિકારીઓના મતદાન દરમિયાન મોત
mantavyanews.com

અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણીની ડ્યુટી દરમિયાન મૃત્યુ પામનારા સરકારી કર્મચારીઓના પરિવારને 10 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.

જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશમાં 230 સીટો પર બુધવારે મતદાન થઇ રહ્યું છે. શરૂઆતના એક કલાકની વાત કરીએ તો લગભગ 6 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.