Not Set/ પૂર્વ પીએમ વાજપાયીની તબિયતમાં સુધારો: એમ્સ મેડીકલ બુલેટીન

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની હાલતમાં સુધારો થઇ રહ્યો છે. એમ્સ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડીકલ બુલેટીનમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. વાજપાયીને મૂત્રાશયમાં સંક્રમણના ઈલાજ માટે સોમવારે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સના મિડિયા અને પ્રોટોકોલ ડીવીઝનના અધ્યક્ષ આરતી વીજે મગળવારે જણાવ્યું હતું કે એમની હાલત સ્થિર છે અને થોડો સુધારો પણ […]

Top Stories India
index 2 પૂર્વ પીએમ વાજપાયીની તબિયતમાં સુધારો: એમ્સ મેડીકલ બુલેટીન

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની હાલતમાં સુધારો થઇ રહ્યો છે. એમ્સ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડીકલ બુલેટીનમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. વાજપાયીને મૂત્રાશયમાં સંક્રમણના ઈલાજ માટે સોમવારે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ્સના મિડિયા અને પ્રોટોકોલ ડીવીઝનના અધ્યક્ષ આરતી વીજે મગળવારે જણાવ્યું હતું કે એમની હાલત સ્થિર છે અને થોડો સુધારો પણ છે. તેઓ એન્ટીબાયોટિક દવાઓ પર છે. સંક્રમણ નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહેશે.

DfkT3j9VAAEDajm પૂર્વ પીએમ વાજપાયીની તબિયતમાં સુધારો: એમ્સ મેડીકલ બુલેટીન

પૂર્વ પીએમ વાજપાયી હોસ્પિટલમાં દાખલ થયા બાદ એમના હાલ-ચાલ પૂછવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે હોસ્પિટલ પહોચ્યા હતા. ત્યારબાદ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને એમડીએમકેના નેતા વાઈકો પણ હોસ્પિટલ પહોચ્યા હતા.

મશહૂર ગઝલ ગાયક અનુપ જલોટાએ પૂર્વ પીએમ વાજપાયીને જલ્દી સ્વસ્થ થઇ જવાની કામના કરી છે.