Not Set/ હાફિઝ સઈદની જેલમુક્તિ અંગે પીએમ મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષને આપ્યો સણસણતો જવાબ, જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ તમામ મુદ્દે રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતની મુલકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હાફિઝ સઈદ અંગે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે. પીએમ મોદીએ ભુજ ખાતે એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું, “વિરોધિયો આતંકવાદી હાફિઝ સઈદની નજર કેદમાંથી મુક્ત થવા અંગે પણ તાળીઓ પાડી રહ્યા છે”. […]

India
હાફિઝ સઈદની જેલમુક્તિ અંગે પીએમ મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષને આપ્યો સણસણતો જવાબ, જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ તમામ મુદ્દે રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતની મુલકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હાફિઝ સઈદ અંગે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે.

પીએમ મોદીએ ભુજ ખાતે એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું, “વિરોધિયો આતંકવાદી હાફિઝ સઈદની નજર કેદમાંથી મુક્ત થવા અંગે પણ તાળીઓ પાડી રહ્યા છે”.

મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ ગત શનિવારે પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, “નરેન્દ્રભાઈ વાત ના બની, આતંકનો માસ્ટર માઈન્ડ આઝાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનને અપાતા લશ્કર ટેરર ફંડ અંગે પાક. સેનાને ક્લીન ચિટ આપી દીધી, ગળે લગાવવાની નીતિ કામ ન લાગી. જલ્દી જ બીજા કોઈને ગળે લગાવવાની જરુરત છે”.