Not Set/ ISIના નિશાના પર હતા RSSના બે સહિત ૪ મોટા નેતાઓ, સોપારી માટે મળ્યા હતા ૪ કરોડ રૂ.

નવી દિલ્હી, ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પહેલા મોટો હુમલો કરવાના એક ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ તેમજ એક ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા દિલ્હીના અલગ – અલગ વિસ્તારોમાંથી ૩ શાર્પ શૂટર્સની ધરપકડ કરી હતી, ત્યારે હવે આ મામલે શૂટરોએ મોટો ખુલાસો કર્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, […]

Top Stories India Trending
Crime Gun Firing ISIના નિશાના પર હતા RSSના બે સહિત ૪ મોટા નેતાઓ, સોપારી માટે મળ્યા હતા ૪ કરોડ રૂ.

નવી દિલ્હી,

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પહેલા મોટો હુમલો કરવાના એક ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ તેમજ એક ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા દિલ્હીના અલગ – અલગ વિસ્તારોમાંથી ૩ શાર્પ શૂટર્સની ધરપકડ કરી હતી, ત્યારે હવે આ મામલે શૂટરોએ મોટો ખુલાસો કર્યો છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, “પાકિસ્તાનની જાસૂસ એજન્સી ISI માટે કામ કરનારા ત્રણ શાર્પ શૂટરોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના બે પદાધિકારીઓ અને દક્ષિણ ભારતના બે નેતાઓની હત્યા કરવા માટે આવ્યા હતા”.

delhi police special cell 19 01 2019 ISIના નિશાના પર હતા RSSના બે સહિત ૪ મોટા નેતાઓ, સોપારી માટે મળ્યા હતા ૪ કરોડ રૂ.
national-new-delhi-city-ncr-pakistan-arrested 3-sharp-shooter-for-planning-to-kill-rss-leaders

આ માટે તેઓને ચાર કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી અને અ માટે પહેલા ૧૫ લાખ રૂપિયા અપાયા હતા. જયારે બાકીના રૂપિયા કામ પૂર્ણ થયા બાદ આપવામાં આવનાર હતા.

આ ઉપરાંત શાર્પ શૂટરો માટે એક હોટલ બુક કરાવવાની સાથે ચાર મોબાઈલ ફોન અને ચાર સિમકાર્ડ પણ અપાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ તેમજ એક ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા દિલ્હીના અલગ – અલગ વિસ્તારોમાંથી ૩ શાર્પ શૂટર્સની ધરપકડ કરી હતી.

11 47 294540150is 4 ll ISIના નિશાના પર હતા RSSના બે સહિત ૪ મોટા નેતાઓ, સોપારી માટે મળ્યા હતા ૪ કરોડ રૂ.
national-new-delhi-city-ncr-pakistan-arrested 3-sharp-shooter-for-planning-to-kill-rss-leaders

આ ઓપરેશનના માસ્ટરમાઈન્ડની ઓળખ પાકિસ્તાનના અન્ડરવર્લ્ડ ડોન રસૂલ ખાન પાર્ટી તરીકે થઇ છે. નોધનીય છે કે, રસૂલ ખાન ૨૦૦૩માં માર્યા ગયેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાનો મુખ્ય ષડ્યંત્રકારી છે.

કોણ છે આ શાર્પ શૂટર ?

દિલ્હી પોલીસ દ્વારા અરેસ્ટ કરાયેલા ત્રણ શૂટરમાંથી એક અફઘાનિસ્તાનનો નાગરિક વલી મોહમ્મદ સબેર્ફી છે, જેના પિતાનું નામ સબીર છે. તે અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફનો રહેવાસી છે.

જયારે અન્ય બેમાં શેખ રિયાજુદ્દીન ઉર્ફ રાજા ઉર્ફ અલામી અને મુહાસિમ સીએમ ઉર્ફ તસ્લીમ છે. અલામી એ દિલ્હીના મદનગીર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહે છે, જયારે તસ્લીમ એ કેરળના કાસરગોડનો રહેવાસી છે.