Not Set/ ભારતનું ‘મિશન શક્તિ’, 3 મિનીટમાં તોડી પાડ્યો સેટેલાઈટ: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા કરતા અંતરિક્ષમાં ભારતના વધતા પગલાંને વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં ચોથું મહાશક્તિ બન્યું છે. ભારતે એન્ટી સેટેલાઇટ મિસાઇલ ક્ષમતા પ્રાપ્ત કરી છે. આ પહેલા, માત્ર રશિયા, અમેરિકા અને ચીન પાસે આ શક્તિ હતી. તેમના સંબોધનમાં, વડા પ્રધાને જણાવ્યું હતું કે, આજે ભારતએ […]

Top Stories India Trending
maoo 5 ભારતનું 'મિશન શક્તિ', 3 મિનીટમાં તોડી પાડ્યો સેટેલાઈટ: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા કરતા અંતરિક્ષમાં ભારતના વધતા પગલાંને વિશે માહિતી આપી હતી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં ચોથું મહાશક્તિ બન્યું છે. ભારતે એન્ટી સેટેલાઇટ મિસાઇલ ક્ષમતા પ્રાપ્ત કરી છે. આ પહેલા, માત્ર રશિયા, અમેરિકા અને ચીન પાસે આ શક્તિ હતી. તેમના સંબોધનમાં, વડા પ્રધાને જણાવ્યું હતું કે, આજે ભારતએ ‘મિશન શક્તિ’ હેઠળ એક મુશ્કેલ ઓપરેશન પૂર્ણ કર્યું છે. આ લક્ષ્ય અંતરિક્ષમાં 300 કિલોમીટર હતું. અમારા વૈજ્ઞાનિકોએ લો અર્થ ઓરબિટમાં લાઇવ સેટેલાઇટને તોડી પાડ્યું છે. માત્ર ત્રણ મિનિટમાં આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. સૌથી મોટી બાબત એ છે કે એ-સૈટ મિસાઇલ ફક્ત ભારતમાં જ નિર્મિત છે. અમને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે.

વડાપ્રધાને એમ પણ કહ્યું કે એ-સૈટ મિસાઈલ ભારતને સુરક્ષાના સંદર્ભમાં નવી તાકાત આપશે. મિશનની સફળતા માટે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા કહ્યું અમારી અંતરિક્ષ ક્ષમતા કોઈની વિરુદ્ધ નથી. અમારું લક્ષ્ય શાંતિ જાળવવાનું છે, યુદ્ધ નથી. અવકાશમાં ભારતની પ્રગતિ મહત્વપૂર્ણ છે. દેશના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે, આધુનિક ટેક્નિકને અપનાવવાની જરૂર છે. આપણા લોકોની શક્તિ અને ક્ષમતાઓમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે.

અગાઉ, સવારના 11.30 વાગ્યે પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે 11.45-12.00 વાગ્યે હું એક મહત્વપૂર્ણ સંદેશ લઈને તમારા વચ્ચે આવીશ.

પીએમ મોદીનું દેશના નામ સંબોધન શરુ થઇ ચુક્યું છે. પીએમ કેટલાક મોટા એલાન કરી શકે છે.