Not Set/ આજથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત-સત્ર ચાલશે 22 દિવસ સુધી

આજથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ રહી છે.આ શિયાળુ સત્ર હંગામેદાર રહેવાની શક્યતા છે. સરકારને ગુજરાત ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં સત્રને વિલંબિત કરવાનો મુદ્દો, જીએસટી, નોટબંધી, રાફેલ ડીલ અને ખેડૂતોના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરી શકે છે. ગુજરાત ચૂંટણીના 18 તારીખે પરિણામ આવવાના છે, ત્યારે તેની અસર પણ શિયાળુ સત્રમાં દેખાઈ શકે છે. સંસદનુ શિયાળુ સત્ર આજથી શરૂ […]

India
647137 parliament આજથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત-સત્ર ચાલશે 22 દિવસ સુધી

આજથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ રહી છે.આ શિયાળુ સત્ર હંગામેદાર રહેવાની શક્યતા છે. સરકારને ગુજરાત ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં સત્રને વિલંબિત કરવાનો મુદ્દો, જીએસટી, નોટબંધી, રાફેલ ડીલ અને ખેડૂતોના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરી શકે છે.

ગુજરાત ચૂંટણીના 18 તારીખે પરિણામ આવવાના છે, ત્યારે તેની અસર પણ શિયાળુ સત્રમાં દેખાઈ શકે છે. સંસદનુ શિયાળુ સત્ર આજથી શરૂ થઈને 5 જાન્યુઆરી સુધી ચાલશે. શિયાળુ સત્રમાં કુલ 14 બેઠકો હશે અને આ સત્ર 22 દિવસ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન ટ્રિપલ તલાક નાબૂદી સહિતના 25 બિલનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે.