Not Set/ ઉમેદવારો શોધવા રાષ્ટ્રીય પક્ષોને કવાયત કરવી પડી

બંગાળમાં ટીએમસીના પૂર્વ ધારાસભ્યો, ૬ સાંસદો અને અન્ય સેલીબ્રીટીઓને ભાજપે મેદાનમાં ઉતારી, કોંગ્રેસને આસામમાં ઉમેદવારો શોધવા પડ્યા

India
mamata modi 1 ઉમેદવારો શોધવા રાષ્ટ્રીય પક્ષોને કવાયત કરવી પડી
  • બંગાળમાં ટીએમસીના પૂર્વ ધારાસભ્યો, ૬ સાંસદો અને અન્ય સેલીબ્રીટીઓને ભાજપે મેદાનમાં ઉતારી, કોંગ્રેસને આસામમાં ઉમેદવારો શોધવા પડ્યા

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર

એકબાજુથી પશ્ચિમ બંગાળ, આસામ અને દક્ષિણના રાજ્યોમાં રાજકીય પક્ષોનો ચૂંટણીપ્રચાર જંગ ચાલુ છે. ઉમેદવારોની અને સાથીદારોની પસંદગીનું કાર્ય હવે પક્ષોએ પૂર્ણ કર્યું છે. જો કે, ચૂંટણીની સૌથી વધારે ગરમી પશ્ચિમ બંગાળમાં જોવા મળી છે ત્યાં વાયદા બજારના પુરાવા સમા ચૂંટણી ઢંઢેરાઓ ટીએમસી અને ભાજપે જાહેર કર્યા છે.

himmat thhakar 1 ઉમેદવારો શોધવા રાષ્ટ્રીય પક્ષોને કવાયત કરવી પડી

પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ઉમેદવારોની યાદી સૌપ્રથમવાર જાહેર કરી અને ૨૯૪ પૈકી ૨૯૧ ઉમેદવારોની યાદી એક જ સાથે જાહેર કરી દીધી અને ૩ બેઠકો તેના નાનકડા સાથી પક્ષ ગુરખા લીગ માટે છોડી દીધી. કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધને બેઠકોની સમજૂતી કરી દીધી પણ ઉમેદવારોની માત્ર બે તબક્કાની યાદી જાહેર કરી છે. જ્યારે ભાજપે ૨૯૪ પૈકી ૨૭૦થી વધુ ઉમેદવારોની યાદી ત્રણ તબક્કે જાહેર કરી છે.  ટીએમસીની યાદીમાં બે બંગાળી ફિલ્મ અભિનેત્રી સહિત પાંચ એવી સેલીબ્રીટીઓને ઉમેદવાર બનાવવામાં આવે છે કે જે પહેલા રાજકારણમાં તેનું અસ્તિત્વ જ નહોતું. કેટલાક જૂના જાેગીઓને કાપી નવા ચહેરાઓ ટીએમસીએ મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ૪૨થી વધુ મહિલાઓને પણ ટીએમસીએ ટિકિટ આપી છે. વિધાનસભાની ૨૦૧૫ની ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકો અને લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ૧૮ બેઠકો મેળવનાર ભાજપે ભલે ત્રણથી ચાર તબક્કે બધા ઉમેદવારો જાહેર કરી દીધા પણ તેને ઉમેદવારો શોધવા કવાયત કરવી પડી છે.

adhkari 1 ઉમેદવારો શોધવા રાષ્ટ્રીય પક્ષોને કવાયત કરવી પડી

ભાજપે જે ૨૭૦થી વધુ ઉમેદવારના નામો શનિવાર સુધીમાં જાહેર કર્યા છે તેમાં છ સાંસદોને મેદાનમાં ઉતારવા પડ્યા છે. હજી એકાદ સાંસદને વિધાનસભાના ચૂંટણી જંગમાં ઉતારવા પડ્યા છે જ્યારે ચાર એવી સેલીબ્રીટીઓ કે જે બંગાળના ફિલ્મજગતમાં છે તેમને પણ ટિકિટ આપીને ફિલ્મના શૂટિંગના બદલે ઘેરઘેર ફરી મત માગતી કરી દીધી છે. હવે ભાજપે જે ત્રીજી યાદી જાહેર કરી તેમાં અખબારી અહેવાલો અનુસાર ચાર ઉમેદવારોએ પોતાની ટિકિટ પાછી આપી છે જેમાં એક કિસ્સો તો એવો છે કે જેમાં પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યના પત્નીને ટિકિટ આપી જેઓ ભાજપમાં ક્યારેય હતા પણ નહિ અને છે પણ નહિ. શીખા નામના મહિલા ઉમેદવાર બાબતમાં આવું બન્યું છે તે હકિકત છે.  જ્યારે ડાબેરી કોંગ્રેસ ગઠબંધનને બહુ મુશ્કેલી નથી પડી. કારણ કે ડાબેરીઓ ૧૬૨ અને કોંગ્રેસ ૯૨ અને તેનો ત્રીજાે સાથીદાર પક્ષ માત્ર ૪૦ બેઠકો લડે છે.

જ્યારે તમિલનાડુમાં જેટલી મુશ્કેલી ઉમેદવારોની પસંદગી કરવામાં ડીએમકેને પડી તેટલી કોંગ્રેસને પડી નથી. કોંગ્રેસ માત્ર ૩૦ની આસપાસ બેઠકો લડે છે. બાકીની બેઠક ડીએમકેના હવાલે છે. જ્યારે અન્ના ડીએમકેએ ભાજપ અને પોતાના અન્ય એક સાથી પક્ષને બેઠક તો ફાળવી દીધી પરતું પોતાના પક્ષ માટે ઉમેદવારની પસંદગીમાં બળવાખોરીનો સામનો કરવો પડ્યો છે. તમિલનાડુમાં હાલ અન્ના ડીએમકેની સત્તા છે પણ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ૩૯ પૈકી ૩૯ બેઠકો ડીએમકે કોંગ્રેસ જાેડાણને મળી હતી. તેમજ ત્યારબાદ યોજાયેલી એકપેટાચૂંટણી ડીએમકેએ જીતતા લોકસભાની તમામ બેઠકો આ જાેડાણ પાસે છે. સત્તાધારી પક્ષ અન્ના ડીએમકે માટે આ પ્રથમ એવી ચૂંટણી છે જે તેના લોકપ્રિય નેતા સ્વ. જયલલિતાની ગેરહાજરીમાં લડવી પડે છે અને ડીએમકે પણ પ્રથમ વખત સ્વ. કરૂણાનિધિની ગેરહાજરીમાં પ્રથમ ચૂંટણી લડે છે. જાે કે આ બે પ્રાદેશિક પક્ષોની આંગળીએ બે રાષ્ટ્રીય પક્ષો લાગેલા છે. ડીએમકેમાં કરૂણાનીધિના મોટા પુત્ર સ્ટેલીનની આગેવાની છે તો તેની બહેન કનીમોજી સાથમાં છે તો અન્ના ડીએમકેમાં પલાનસ્વામીની આગેવાની હેઠળ ચૂંટણી લડાય છે.

જ્યારે કેરળમાં ડાબેરી મોરચાનું શાસન છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં ડાબેરી મોરચા અને કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ વચ્ચે સત્તાની ફેરબદલી થતી રહે છે. તો બીજી બાજુ કેરળ વિધાનસભાની ગત ચૂંટણીમાં ૧૦ ટકા મત મેળવવા છતાં માત્ર એક જ બેઠક મેળવનાર ભાજપે આ વખેત પૂર્વ આઈ.એ.એસ. અધિકારી અને મેટ્રોમેન તરીકે જાણીતા આઈ.એ.એસ. અધિકારી શ્રીધરનને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવી મેદાનમાં ઉતાર્યા છે તો ત્યાં ભાજપને ઉમેદવારોની પસંદગીમાં અસંતોષ નથી નડ્યો પરંતુ ઉમેદવારો શોધવામાં મુશ્કેલી પડી છે. શ્રીધરન સહિતના કેટલાક સેલીબ્રીટી ઉમેદવારોને જીતાડવા માટે પહેલા જેનો વિરોધ કરતા હતાં તે ખ્રીસ્તી પાદરીઓના શરણે જવું પડ્યું છે.

આસામમાં તો ભલે ૨૦૧૫માં ભાજપનું શાસન હતું પરંતુ ગઠબંધન તો છે જ. ગત વખતે જુના કોંગ્રેસી નેતાઓના સહારે ભાજપે ચૂંટણીની વૈતરણી પાર કરી ચૂંટણી જીતી હતી તો આ વખતે એક જૂના સાથી ચાલું રહ્યા છે તો બીજા નવા સાથી શોધવા પડ્યા છે ત્યાં પણ એક સેલીબ્રીટી અને એક પૂર્વ સાંસદને વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતારવા પડ્યા છે. જ્યારે કોંગ્રેસ પાંચ વર્ષથી વિપક્ષે હોવા છતાં તેને ઉમેદવારોની પસંદગીમાં બળવાખોરોનો સામનો કરવો પડ્યો છે. જાે કે તેના ગઠબંધનમાં પણ એક પક્ષનો ઉમેરો થયો છે.

હવે પોંડીચેરીમાં તો જાણે કે ભાજપે શૂન્યમાંથી સર્જન કરવું પડ્યું છે. ભાજપે કોંગ્રેસમાંથી વિકૂટા પડેલી એન.આર. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવી પડી છે તો ભાજપે પોતે જે ઉમેદવારો પસંદ કર્યા તેમાં પણ કોંગ્રેસના ૬ અને ડીએમકેના એક પૂર્વ ધારાસભ્યને સ્થાન આપવું પડ્યું છે. ટૂંકમાં ત્યાં ભાજપ અને તેના સાથી પક્ષના નિશાન પર પૂર્વ કોંગ્રેસીઓ જ ચૂંટણી લડી રહ્યા છે. ખરા અર્થમાં જાેઈએ તો ત્યાં કોંગ્રેસ સામે મોટાભાગની બેઠકો પર પૂર્વ કોંગ્રેસીઓ જ ચૂંટણી લડી રહ્યા છે. ટૂંકમાં પાંચેય રાજ્યોમાં બન્ને મોટા પક્ષો માટે ઉમેદવારોની પસંદગી માટે શોધખોળ કવાયત કરવી પડી છે.