Not Set/ ગોડઝિલા વર્સિસ કોન્ગ ફિલ્મને મળ્યો જબરો પ્રતિસાદ, રેકોર્ડ બ્રેક ઓનલાઈન બુકિંગ થયું

હોલિવૂડની મોસ્ટ એવેટેડ મુવી બની ચુકી છે ગોડઝિલા વર્સિસ કોન્ગ. આ ફિલ્મને જોવા માટે દર્શકો તલપાપડ છે. આ વાત એટલા માટે કહી શકાય કે ફિલ્મ માટે ઓનલાઈન બુકીંગ માટે રીતસર પડાપડી થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર તો ઘણા દિવસ પહેલા જ રિલીઝ થઈ ચુક્યું છે અને તેને પણ લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. […]

Entertainment
Untitled 57 ગોડઝિલા વર્સિસ કોન્ગ ફિલ્મને મળ્યો જબરો પ્રતિસાદ, રેકોર્ડ બ્રેક ઓનલાઈન બુકિંગ થયું

હોલિવૂડની મોસ્ટ એવેટેડ મુવી બની ચુકી છે ગોડઝિલા વર્સિસ કોન્ગ. આ ફિલ્મને જોવા માટે દર્શકો તલપાપડ છે. આ વાત એટલા માટે કહી શકાય કે ફિલ્મ માટે ઓનલાઈન બુકીંગ માટે રીતસર પડાપડી થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર તો ઘણા દિવસ પહેલા જ રિલીઝ થઈ ચુક્યું છે અને તેને પણ લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

Untitled 58 ગોડઝિલા વર્સિસ કોન્ગ ફિલ્મને મળ્યો જબરો પ્રતિસાદ, રેકોર્ડ બ્રેક ઓનલાઈન બુકિંગ થયું

અત્યાર સુધી લોકોએ ગોડઝિલા અને કોન્ગને અલગ અલગ રીતે દુનિયા સામે લડતા જોયા હતા પરંતુ આ ફિલ્મમાં તે બંને એકબીજા સાથે ટકરાશે. આ વાત લોકોને પણ પસંદ પડી છે. એટલા માટે જ આ ફિલ્મનું ઓનલાઈન બુકીંગ જોરશોરથી થઈ રહ્યું છે.

ફિલ્મ ડાયરેક્ટર વોનર બ્રોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને લઈને લોકોનો ઉત્સાહ વાજબી પણ છે કારણ કે આ પહેલા તેઓ વંડર વુમન, ટોમ એન્ડ જેરી, ટૈનટ જેવી શાનદાર ફિલ્મો રજૂ કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં ફિલ્મના 75 ટકા શોમાં સારા એવા પ્રમાણમાં ઓનલાઈન બુકીંગ થઈ ચુક્યું છે.

Untitled 59 ગોડઝિલા વર્સિસ કોન્ગ ફિલ્મને મળ્યો જબરો પ્રતિસાદ, રેકોર્ડ બ્રેક ઓનલાઈન બુકિંગ થયું

આ ફિલ્મ ભારતમાં 24 માર્ચે રીલીઝ થઈ, ફિલ્મ અંગ્રેજી ઉપરાંત હિંદી, તમિલ અને તેલુગુ ભાષામાં જોવા મળશે. ભારતની સાથે ફ્રાંસ, હોંગકોંગ, તાઈવાન, સિંગાપોરમાં આજે રિલીઝ થશે. કોરોના વાયરસના કારણે ફિલ્મની રિલીઝ ડેટમાં ઘણા દેશમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…