Not Set/ પ્રધાનમંત્રી બન્યા બાદ પણ લાલ કિલ્લા પરથી તિરંગો નહતા લહેરાવી શક્યા આ નેતાઓ

દર વર્ષે 15 ઓગસ્ટે દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધ્વજ લહેરાવે છે. અને દેશના નામે સંદેશ આપે છે. પરંતુ ઇતિહાસમાં કેટલાક એવા પણ પ્રધાનમંત્રી રહ્યા છે, જેમને દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તિરંગો લહેરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નહતું. વળી, કેટલાક એવા પણ પ્રધાનમંત્રી હતા, જેમણે 10 થી વધારે વાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો છે. જવાહરલાલ […]

Top Stories India
flag code of india પ્રધાનમંત્રી બન્યા બાદ પણ લાલ કિલ્લા પરથી તિરંગો નહતા લહેરાવી શક્યા આ નેતાઓ

દર વર્ષે 15 ઓગસ્ટે દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધ્વજ લહેરાવે છે. અને દેશના નામે સંદેશ આપે છે. પરંતુ ઇતિહાસમાં કેટલાક એવા પણ પ્રધાનમંત્રી રહ્યા છે, જેમને દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તિરંગો લહેરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નહતું. વળી, કેટલાક એવા પણ પ્રધાનમંત્રી હતા, જેમણે 10 થી વધારે વાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો છે.

Intresting Facts about 15 August 1947 પ્રધાનમંત્રી બન્યા બાદ પણ લાલ કિલ્લા પરથી તિરંગો નહતા લહેરાવી શક્યા આ નેતાઓ

જવાહરલાલ નહેરુએ 15 ઓગસ્ટ 1947 થી 1964 સુધી, સતત 17 વાર લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. જણાવી દઈએ કે નહેરુએ પહેલી વાર લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટે નહિ, પરંતુ 16 ઓગસ્ટ 1947 તિરંગો લહેરાવ્યો હતો.

ત્યારબાદ ઇન્દિરા ગાંધીએ લાલ કિલ્લાની પ્રાચીરથી તિરંગો લહેરાવ્યો હતો. એમને આ સૌભાગ્ય 16 વાર પ્રાપ્ત થયું હતું. જેમાં 1966 થી 1977 વચ્ચે એમણે સતત 11 વાર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો.

12 jawaharlal nehru national flag પ્રધાનમંત્રી બન્યા બાદ પણ લાલ કિલ્લા પરથી તિરંગો નહતા લહેરાવી શક્યા આ નેતાઓ

અટલ બિહારી વાજપેયી સૌથી વધારે વાર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવનારા બિન-કોંગ્રેસી પ્રધાનમંત્રી છે. એમણે સતત છ વાર તિરંગો લહેરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

વળી, રાજીવ ગાંધી અને નરસિંહ રાવે 5-5 વાર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો.

1471325571 khaskhabar પ્રધાનમંત્રી બન્યા બાદ પણ લાલ કિલ્લા પરથી તિરંગો નહતા લહેરાવી શક્યા આ નેતાઓ

જયારે ચૌધરી ચરણ સિંહ, વીપી સિંહ, એચડી દેવગૌડા, ઇન્દ્ર કુમાર ગુજરાલ, લાલ બહાદુર શાસ્ત્રીને આ સૌભાગ્ય ફક્ત એક વાર જ મળ્યું હતું. અને મોરારજી દેસાઈને આ સૌભાગ્ય બે વાર મળ્યું હતું.

ગુલઝારી લાલ નંદા અને ચંદ્રશેખર, એવા પ્રધાનમંત્રી હતા, જેઓ પ્રધાનમંત્રી તો બન્યા પરંતુ એમને એક પણ વાર લાલ કિલ્લાની પ્રાચીર પર ચડવાનો મોકો મળ્યો નહતો. આમાં ગુલઝારી લાલ નંદા બે વાર દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા.