Not Set/ pnbની મુંબઈ સ્તિથ બ્રાંચમાંથી વધુ ૯.૯ કરોડનું સ્કેમ આવ્યું બહાર

મુંબઈ, દેશમાં સામે આવી રહેલા બેન્કિંગ ગોટાળામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુરુવારે વધુ એક સ્કેમ બહાર આવ્યો છે. દેશની ટોચની બેંકોમાની એક પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના ગોટાળાની શાહી હજુ ભુંસાઈ નથી. ત્યારે PNBની મુંબઈ સ્તિથ બ્રાંચમાંથી વધુ ૯.૯ કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે. Punjab National Bank (PNB) has […]

India
pnb pnbની મુંબઈ સ્તિથ બ્રાંચમાંથી વધુ ૯.૯ કરોડનું સ્કેમ આવ્યું બહાર

મુંબઈ,

દેશમાં સામે આવી રહેલા બેન્કિંગ ગોટાળામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુરુવારે વધુ એક સ્કેમ બહાર આવ્યો છે. દેશની ટોચની બેંકોમાની એક પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના ગોટાળાની શાહી હજુ ભુંસાઈ નથી. ત્યારે PNBની મુંબઈ સ્તિથ બ્રાંચમાંથી વધુ ૯.૯ કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે.

ગુરુવારે પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્તિથ બ્રાંચમાં ૯.૯ કરોડ રૂપિયાના થયેલા ગોટાળાની માહિતી મળ્યા બાદ તેઓએ તેની અરજી પોલીસમાં કરી દેવામાં આવી છે. નોધનીય છે કે, મુંબઈની આ બ્રાંચ સાથે જ નિરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા આચરવામાં આવેલો ૧૧૩૬૦ કરોડ રૂપિયાનો સ્કેમ શામેલ છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, PNBમાં થયેલા ૯.૯ કરોડના સ્કેમમાં ચંદરી પેપર એન્ડ એલાયડ પ્રોડ્કટ પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓની મિલીભગત સામે આવી છે.

મહત્વનું છે કે, ૧૪ ફેબ્રુઆરીના રોજ પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્તિથ બ્રેડી હાઉસ સ્તિથ બ્રાંચમાં અધિકારીઓએ ખોટા LOU (લેટર ઓફ અંડર ટેકિંગ) દ્વારા ૧૧૩૬૦ કરોડ રૂપિયાનો અત્યારસુધીનો સૌથી મોટો ગોટાળો સામે આવ્યો હતો અને ત્યારબાદ દેશભરની બેન્કિંગ સિસ્ટમ સામે સવાલો ઉભા થયા હતા. આ મામલાની જાણકારી PNB દ્વારા શેરબજારમાં આપવામાં આવેલી રિપોર્ટ બાદ સામે આવી હતી. ત્યારબાદ સ્કેમની તપાસમાં આ રકમ વધીને ૧૩૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.