Not Set/ બોલો, આ મંત્રાલયના સરકારી કર્મચારીઓ જ જોતા હતા પોર્ન વિડીયો

નવી દિલ્હી, પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ જી કે પિલ્લેએ એક ચોકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં કેટલાક જુનિયર કર્મચારીઓ ઓફિસમાં પોર્ન ફિલ્મો જોતા હતા, તેમજ આ વિડીયો ડાઉનલોડ પણ કરતા હતા. જેના કારણે કોમ્પ્યુટર નેટવર્કમાં ગડબડ ઉભી થતી હતી. નેસકોમ દ્વારા પ્રમોટેડ એનજીઓ ડેટા સિક્યોરીટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અધ્યક્ષ પિલ્લૈએ જણાવ્યુ […]

India
Screenshot 1 બોલો, આ મંત્રાલયના સરકારી કર્મચારીઓ જ જોતા હતા પોર્ન વિડીયો
નવી દિલ્હી,
પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ જી કે પિલ્લેએ એક ચોકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં કેટલાક જુનિયર કર્મચારીઓ ઓફિસમાં પોર્ન ફિલ્મો જોતા હતા, તેમજ આ વિડીયો ડાઉનલોડ પણ કરતા હતા. જેના કારણે કોમ્પ્યુટર નેટવર્કમાં ગડબડ ઉભી થતી હતી. નેસકોમ દ્વારા પ્રમોટેડ એનજીઓ ડેટા સિક્યોરીટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અધ્યક્ષ પિલ્લૈએ જણાવ્યુ હતું કે લગભગ ૮થી ૯ વર્ષ પહેલા હું કેન્દ્રીય ગૃહ સચિવ હતો. ત્યારે લગભગ દર ૬૦ દિવસે મંત્રાલયનુ કોમ્પ્યુટર નેટવર્ક ખોરવાઈ જતુ હતું.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, મંત્રાલયના કેટલાક સિનીયર અધિકારીઓ મોડી સાંજ સુધી મીટીંગમાં વ્યસ્ત રહેતા હતા. જેથી જુનિયર અધિકારીઓએ મીટિંગ બાદના કામ માટે મંત્રાલયમાં રોકાવુ પડતુ હતું. આવા સમયે તેઓ ઈન્ટરનેટ ખોલીને અશ્લીલ વેબસાઈટો જાતા હતા. તેઓ તમામ પ્રકારની ચીજવસ્તુઓ ડાઉનલોડ કરતા હતા, જેના કારણે માલવેયર નામનો વાયરસ પણ કોમ્પ્યુટરમાં આવી જતો હતો.
 પરિણામે કોમ્પ્યુટર નેટવર્ક ખોરવાઈ જતુ હતું. પિલ્લૈએ જણાવ્યુ હતું કે, આ તથ્ય સામે આવ્યા બાદ અમે મંત્રાલયમાં નિયમો નક્કી કર્યા અને આ પ્રકારની ચીજવસ્તુ જોનારા સામે કડક કાર્યવાહીના સંકેતો આપવામાં આવ્યા ત્યારબાદ આ પ્રકારની ઘટના ઘટી
હતી.