Not Set/ ધાર્મિક ગ્રંથ, મેગેઝીન, ધર્મશાળા, લંગર પર લાગશે ટેક્સ ? જીએસટી કોર્ટના ફેંસલાથી ઉઠ્યા સવાલ

જરૂરી નથી કે આધ્યાત્મિક જ્ઞાન ટેક્સ મુક્ત હોય. મહારાષ્ટ્રમાં જીએસટી કોર્ટે ફેંસલો આપ્યો છે કે હવેથી ધાર્મિક ગ્રંથ, ધાર્મિક મેગેઝીન અને ડીવીડી સાથે ધર્મશાળા તેમજ લંગર પર પણ જીએસટી લાગશે. કોર્ટની દલીલ છે કે આ વસ્તુઓનું વેચાણ એક કારોબાર છે. અને આને ઉપકાર માનીને ટેક્સ મુક્ત ના કરી શકાય.   મહારાષ્ટ્ર કોર્ટ પાસે ટેક્સ સંબંધી […]

Top Stories India
book reviews ધાર્મિક ગ્રંથ, મેગેઝીન, ધર્મશાળા, લંગર પર લાગશે ટેક્સ ? જીએસટી કોર્ટના ફેંસલાથી ઉઠ્યા સવાલ

જરૂરી નથી કે આધ્યાત્મિક જ્ઞાન ટેક્સ મુક્ત હોય. મહારાષ્ટ્રમાં જીએસટી કોર્ટે ફેંસલો આપ્યો છે કે હવેથી ધાર્મિક ગ્રંથ, ધાર્મિક મેગેઝીન અને ડીવીડી સાથે ધર્મશાળા તેમજ લંગર પર પણ જીએસટી લાગશે. કોર્ટની દલીલ છે કે આ વસ્તુઓનું વેચાણ એક કારોબાર છે. અને આને ઉપકાર માનીને ટેક્સ મુક્ત ના કરી શકાય.

books2 e1536045221478 ધાર્મિક ગ્રંથ, મેગેઝીન, ધર્મશાળા, લંગર પર લાગશે ટેક્સ ? જીએસટી કોર્ટના ફેંસલાથી ઉઠ્યા સવાલ

 

મહારાષ્ટ્ર કોર્ટ પાસે ટેક્સ સંબંધી આ મામલો શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર વિરુદ્ધ આવ્યો હતો. કોર્ટ સામે સંસ્થાએ દલીલ કરી કે એમનું મુખ્ય કામ ધાર્મિક અને આધ્યાત્મિક શિક્ષાનો પ્રસાર કરવાનું છે, તેથી એમના કામને કારોબારનું નામ ન આપી શકાય.

મહત્વનું છે કે સીજીએસટી એક્ટના સેક્શન 2(17) હેઠળ જો ધાર્મિક ટ્રસ્ટ એવા કોઈ કામનો સહારો લે છે, જ્યાં કોઈ વસ્તુ અથવા સેવા માટે પૈસા લેવામાં આવે છે, તો એને કારોબારની શ્રેણીમાં રાખવામાં આવશે અને એના પર 18 ટકા જીએસટી વસુલવામાં આવશે.

પોતાની દલીલ સાથે સંસ્થાએ દાવો કર્યો કે ધાર્મિક પ્રસાર ના મુખ્ય દાયિત્વને નિભાવવા તેઓ ધાર્મિક ગ્રંથ, મેગેઝીન, મ્યુઝિક સીડી સહીત ધર્મશાળા અને લંગર લગાવવાનું કામ કરે છે. જેથી એને જીએસટી માંથી બહાર રાખવામાં આવે.

aa Cover iss492mpkj8bbr8fg1dsq0e9a1 20170903040350.Medi e1536045474425 ધાર્મિક ગ્રંથ, મેગેઝીન, ધર્મશાળા, લંગર પર લાગશે ટેક્સ ? જીએસટી કોર્ટના ફેંસલાથી ઉઠ્યા સવાલ

શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રની દલીલ પર ધ્યાન આપ્યા બાદ મહારાષ્ટ્ર્ની જીએસટી કોર્ટે ફેંસલો સંભળાવ્યો કે શિબિર સત્સંગ ધર્માર્થ સંસ્થાના રૂપે ઈન્ક્મ ટેક્સના સેક્શન 12 એએ હેઠળ રજીસ્ટર્ડ છે. આવી સ્થિતિમાં ધર્માર્થ કામોને જીએસટીની બહાર ન રાખી શકાય.

મહત્વનું છે કે જીએસટી એક્ટમાં ફક્ત ધાર્મિક પુસ્તકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.