Not Set/ માલ્યાએ છોડેલા બોમ્બ બાદ હવે SBI દ્વારા લોન ડિફોલ્ટ કેસ અંગે કરાઈ આ સ્પષ્ટતા

નવી દિલ્હી, દેશની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી વિદેશમાં ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યા દ્વારા આપવામાં આવેલા એક નિવેદને રાજકારણમાં ભૂકંપ લાવી લીધો છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે દેશની સૌથી મોટી સરકારી બેંકોમાંની એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ આ વિવાદ અંગે પોતાની સ્પષ્ટતા કરી છે. બેંક […]

Top Stories India Trending
sbi demands vijay mallya rsquo s arrest and a right to his 75 million usd package800a 1457087869 માલ્યાએ છોડેલા બોમ્બ બાદ હવે SBI દ્વારા લોન ડિફોલ્ટ કેસ અંગે કરાઈ આ સ્પષ્ટતા

નવી દિલ્હી,

દેશની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી વિદેશમાં ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યા દ્વારા આપવામાં આવેલા એક નિવેદને રાજકારણમાં ભૂકંપ લાવી લીધો છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે દેશની સૌથી મોટી સરકારી બેંકોમાંની એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ આ વિવાદ અંગે પોતાની સ્પષ્ટતા કરી છે.

બેંક દ્વારા કોઈ છૂટછાટ આપવામાં અપાઈ નથી

mallya 1 માલ્યાએ છોડેલા બોમ્બ બાદ હવે SBI દ્વારા લોન ડિફોલ્ટ કેસ અંગે કરાઈ આ સ્પષ્ટતા
national-sbi did-not-given-any-laxity-dealing-with-fugitive-vijay-mallya-loan case

SBI દ્વારા આપવામાં આવેલા નિવેદન જણાવાયું છે કે, “કિંગફિશર સાથે જોડાયેલા લોન ડિફોલ્ટ કેસના ઉકેલ માટે તેઓની તરફથી કોઈ છૂટછાટ આપવામાં આવી નથી”.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા વિજય માલ્યાએ એક પત્ર લખ્યો હતો, જેમાં લોન આપનારી બેંકોનો દોષિત ઠેરવી હતી”.

સ્ટેટ બેંક દ્વારા અન્ય બેન્કોને અપાઈ હતી આ સલાહ

બીજી બાજુ માલ્યાના આ નિવેદન પહેલા બેંક દ્વારા આ વાત કહેવામાં આવી હતી કે, SBI દ્વારા ફેબ્રુઆરી, ૨૦૧૬માં માલ્યાએ જે બેંકો પાસેથી લોન લીધી હતી તે તમામ બાકી બેંકોને સલાહ આપી હતી કે, માલ્યાના દેશ છોડ્યા પહેલા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવે. પરંતુ ત્યારે બેંકોએ SBIની આ વાત માની ન હતી.

ત્યારબાદ ૨ માર્ચ, ૨૦૧૬ના રોજ કૌભાંડી વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો હતો અને પછી ૧૩ બેંકો સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.

મહત્વનું છે કે, લિકર કિંગ વિજય માલ્યા દ્વારા દેશની ૧૩ બેંકોમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન લીધી છે, જેમાં સૌથી વધુ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના છે.