Not Set/ SC: બાંધકામ કર્મચારીઓના કલ્યાણ માટે અપાયેલા 29,000 કરોડ રૂપિયાનો દુરુપયોગ

દિલ્હી, બાંધકામ કર્મચારીઓના કલ્યાણ માટેના રૂ. 29,000 કરોડના ફંડમાંથી લેપટોપ્સ અને વૉશિંગ મશીનો ખરીદવામાં આવ્યા હતા જયારે વાસ્તવિક હેતુમાં 10 ટકા કરતાં ઓછો ખર્ચ જોવા મળ્યો હતો. આને “આઘાતજનક” અને “અત્યંત દુ:ખદાયી” બાબતો તરીકે વર્ણવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે સરકારી કર્મચારીઓ દ્વારા ભેગા કરાયેલા ફંડને બાંધકામ કામદારોના કાયદા હેઠળ એકત્રિત કરવામાં આવશે કારણ […]

Top Stories
news06.11.17 2 SC: બાંધકામ કર્મચારીઓના કલ્યાણ માટે અપાયેલા 29,000 કરોડ રૂપિયાનો દુરુપયોગ

દિલ્હી,

બાંધકામ કર્મચારીઓના કલ્યાણ માટેના રૂ. 29,000 કરોડના ફંડમાંથી લેપટોપ્સ અને વૉશિંગ મશીનો ખરીદવામાં આવ્યા હતા જયારે વાસ્તવિક હેતુમાં 10 ટકા કરતાં ઓછો ખર્ચ જોવા મળ્યો હતો. આને “આઘાતજનક” અને “અત્યંત દુ:ખદાયી” બાબતો તરીકે વર્ણવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે સરકારી કર્મચારીઓ દ્વારા ભેગા કરાયેલા ફંડને બાંધકામ કામદારોના કાયદા હેઠળ એકત્રિત કરવામાં આવશે કારણ કે કામદારોના કલ્યાણ પર તે રુપિયા ખર્ચવાને બદલે તેને બીજી બાજુ જ ડાઇવર્ટ કરી દેવામાં આવે છે.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા એફિડેવિટમાં “આશ્ચર્યજનક” વિગતો આપવામાં આવી હતી કે બાંધકામ કર્મચારીઓના કલ્યાણ માટેના ફંડનો ઉપયોગ તેમને લેપટોપ્સ અને વોશિંગ મશીનો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો  જેના પર સુપ્રીમ કોર્ટે આઘાત વ્યક્ત કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે અગાઉ CAGને બાંધકામ કર્મચારીઓના કલ્યાણ માટે કરોડો રુપ્યાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે અંગેનો અહેવાલ દાખલ કરવા કહ્યું હતું. એનજીઓ દ્વારા રચવામાં આવેલી જનહિતની અરજીમાં કાર્યવાહી કરવામાં આવી હતી કે નેશનલ કમિશન કમિટી ફોર સેન્ટ્રલ લેજિસ્લેશન ઓન કન્સ્ટ્રક્શન લેબર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાંધકામ કર્મચારીઓના કલ્યાણ માટે રિયલ એસ્ટેટ કંપનીઓ પર વસૂલ કરાયેલી વૈધાનિક લાભોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો ન હતો કારણ કે કર્મચારીઓને તેના વિસ્તરેલા લાભોની ઓળખ ન હતી.