Not Set/ સેના પ્રમુખ બિપિન રાવતે ફગાવ્યો UNનો રિપોર્ટ, કહ્યું, “રિપોર્ટ છે અસમર્થ”

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલા માનવઅધિકારોના ઉલ્લંઘનના રાજનૈતિક સમાધાન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ સેના પ્રમુખ બિપિન રાવતે ફગાવી દીધો છે. બુધવારે UNના રિપોર્ટને અસમર્થ બતાવતા તેઓએ જણાવ્યું, “અમારે આ રિપોર્ટ પર ધ્યાન આપવાની કોઈ જરૂરત નથી, કેટલાક રિપોર્ટ મોટિવેટેડ હોય છે“. Chief of Army Staff General Bipin Rawat said not much […]

Top Stories India Trending
588902 bipin rawat1 સેના પ્રમુખ બિપિન રાવતે ફગાવ્યો UNનો રિપોર્ટ, કહ્યું, "રિપોર્ટ છે અસમર્થ"

નવી દિલ્હી,

જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલા માનવઅધિકારોના ઉલ્લંઘનના રાજનૈતિક સમાધાન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ સેના પ્રમુખ બિપિન રાવતે ફગાવી દીધો છે. બુધવારે UNના રિપોર્ટને અસમર્થ બતાવતા તેઓએ જણાવ્યું, “અમારે આ રિપોર્ટ પર ધ્યાન આપવાની કોઈ જરૂરત નથી, કેટલાક રિપોર્ટ મોટિવેટેડ હોય છે“.

ભારતીય સેનાના પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું,

સેના ઘાટીમાં શાનદાર કામ કરી રહી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં જે આતંકી વર્તમાન સમયમાં હુમલાઓનું કાવતરું ઘડી રહી રહ્યા છે, તેઓ ટેકનિકનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે.

સમગ્ર દુનિયા અમારા માનવઅધિકારના રેકોર્ડને જાણે છે, કેટલાક રિપોર્ટ મોટિવેટેડ હોય છે.

હું ભારતીય સેનાના માનવઅધિકારના રેકોર્ડ અંગે કઈ પણ કહી શકું એમ નથી. કાશ્મીરના લોકો, આંતરરાષ્ટ્રીય સમુદાય અને તમામ આ અંગે પરિચિત છે. આ રિપોર્ટ અંગે વધુમાં કઈ વિચારવાની જરૂરત નથી. કેટલાક રિપોર્ટ ખાસ ઉદ્દેશથી પ્રેરિત હોય છે.

માનવઅધિકારના મામલે ભારતીય સેનાનો રેકોર્ડ ખુબ સારો છે.

મહત્વનું છે કે, હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાં માનવઅધિકારોના ઉલ્લંઘનને લઇ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક રિપોર્ટ જાહેર કરાઈ હતી. જેમાં સેના પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બીજી બાજુ આ પહેલા યુએનના રિપોર્ટનું ભારત સરકાર સહિત તમામ રાજકીય દળોએ વિરોધ નોધાવ્યો હતો.

શું હતું આ રિપોર્ટમાં ?

UN દ્વરા કાશ્મીરમાં માનવઅધિકારોના ઉલ્લંઘનને મામલાનું તાત્કાલિક સમાધાન કરવાની જરૂરત પર બળ આપતા આ રિપોર્ટ જાહેર કરાયો હતો. આ રિપોર્ટમાં કાશ્મીરમાં રાજનૈતિક સમાધાન માટેના કોઈ પણ પ્રસ્તાવમાં આ વાત શામેલ થવી જોઈએ કે ત્યાં હિંસાનું ચક્ર બંધ થાય અને માનવઅધિકારોના ઉલ્લંઘન માટે સમાધાન કરવામાં આવે.

આ રિપોર્ટમાં હિજબુલ મુજહિદિનના આતંકી બુરહાન વાનીની ભારતીય સુરક્ષાબળો દ્વારા ઠાર કરાયા હોવાની પણ ચર્ચા કરવામાં આવી છે, જેનો કાશ્મીર ઘાટીમાં વિરોધ થયો હતો.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું, કાશ્મીરમાં નાગરિકોના અપહરણ, હત્યા અને યૌન હિંસા જેવા માનવઅધિકારોના ઉલ્લંઘનને કહેવામાં આવ્યું છે.

સરકાર દ્વારા પણ આપવામાં આવ્યો સખ્ત સંદેશ

સેના પ્રમુખ બિપિન રાવત પહેલા ભારત સરકાર દ્વારા આ રિપોર્ટ ભ્રામક, પક્ષપાતપૂર્ણ બતાવતા ફગાવવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલય દ્વારા આ રિપોર્ટ અંગે જણાવતા કહ્યું, “આ રિપોર્ટ તમામ રીતે પૂર્વાગ્રહથી પ્રેરિત છે અને ખોટી તસ્વીર બતાવીને રજુ કરવાનો પ્રયાસ કરી રહી છે”.