Not Set/ શિવસેનાએ મનમોહનસિંહના કર્યા વખાણ, એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર કહેવું યોગ્ય નથી

ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અમુક લોકો  દ્વારા તેવો દાવો કરવામાં હતો આ ફિલ્મની મદદથી બીજેપી રાજકીય લાભ લેવાની કોશિશ કરી રહી છે. પરંતુ શિવસેનાનું નિવેદન આ ફિલ્મ પર કઈક જુદું જ છે. આમ તો શિવેસનાના નેતાઓ કોંગ્રેસની નીતિઓની ખુબ આલોચના કરતા હોય છે પરંતુ હવે તે લોકોને કોંગ્રેસ ગમવા લાગી […]

Top Stories India Trending Politics
665829 raut sanjay શિવસેનાએ મનમોહનસિંહના કર્યા વખાણ, એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર કહેવું યોગ્ય નથી

ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અમુક લોકો  દ્વારા તેવો દાવો કરવામાં હતો આ ફિલ્મની મદદથી બીજેપી રાજકીય લાભ લેવાની કોશિશ કરી રહી છે. પરંતુ શિવસેનાનું નિવેદન આ ફિલ્મ પર કઈક જુદું જ છે. આમ તો શિવેસનાના નેતાઓ કોંગ્રેસની નીતિઓની ખુબ આલોચના કરતા હોય છે પરંતુ હવે તે લોકોને કોંગ્રેસ ગમવા લાગી છે.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપિક ફિલ્મ પર પોતાનું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે મનમોહન સિંહ એક્સીડેન્ટ પ્રાઈમ મિનિસ્ટર નહતા. એ વાત સાચી છે કે તેઓ પોતાની ભૂમિકા ભજવવામાં સફળ રહ્યા છે.

વધુમાં તેમણે કહ્યું કે કોઈ એવો વ્યક્તિ કે જે દેશ પર ૧૦ વર્ષ સુધી શાસન કરે છે અને લોકોનો પ્રેમ મેળવે છે તો તે એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર કેવી રીતે હોઈ શકે છે.નરસિમ્હારાવ પછી જો દેશને કોઈ સફળ વડાપ્રધાન મળ્યા છે તો તે મનમોહન સિંહ છે.

તમને જણાવી દઈએ કે અનુપમ ખેરની ભૂમિકાવાળી ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર આવ્યા બાદ રાજકારણમાં ગરમાગરમી થઇ ગઈ હતી.

કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે સત્ય કરતા વિપરીત છે. મધ્ય પ્રદેશમાં આ ફિલ્મ રીલીઝ ન કરવામાં આવે તે માટે હંગામો થયો હતો પરંતુ સરકારે ચોખ્ખું કહી દીધું હતું કે ફિલ્મ પર કોઈ પણ પ્રકારની રોક લગાવવામાં નહી આવે.

આ હંગામાની વચ્ચે અનુપમ ખેરે કહ્યું હતું કે શું કોંગ્રેસના લોકો સેન્સર બોર્ડ પર વિશ્વાસ નથી રાખતા ? ફિલ્મ એ વ્યક્તિની બુક પર આધારિત છે જે તત્કાલીન પીએમ મનમોહન સિંહના મીડિયા સલાહકાર હતા.