Not Set/ વિશ્વની સૌથી મોટી ભોપાલ ગેસ દુર્ઘટના, વાંચો ભાગેડુ આરોપીથી લઈને હજારો પીડિતોની દર્દનાક સ્ટોરી

ભોપાલની એ ગેસ દુર્ઘટના કે જેને આજ સુધી ભુલાવી નથી શક્યા. ૨ ડીસેમ્બર ૧૯૮૪ની રાત હજારો લોકો માટે મોતનો દ્વાર બની ગઈ હતી. જેપી નાગરની આસપાસના લોકો આજે પણ હયાત હોત જો તે ભયાનક દુર્ઘટના ન બની હોત. મિથાઇલ આઇસોસાયનેટ નામના ઝેરી ગેસ જેમના શરીરમાં ગયો તે વધુ કમનસીબ હતાં. લગભગ ૩૦ હજાર આસપાસની સંખ્‍યામાં […]

Top Stories India Trending
bhopal gas વિશ્વની સૌથી મોટી ભોપાલ ગેસ દુર્ઘટના, વાંચો ભાગેડુ આરોપીથી લઈને હજારો પીડિતોની દર્દનાક સ્ટોરી

ભોપાલની એ ગેસ દુર્ઘટના કે જેને આજ સુધી ભુલાવી નથી શક્યા. ૨ ડીસેમ્બર ૧૯૮૪ની રાત હજારો લોકો માટે મોતનો દ્વાર બની ગઈ હતી. જેપી નાગરની આસપાસના લોકો આજે પણ હયાત હોત જો તે ભયાનક દુર્ઘટના ન બની હોત.

Image result for bhopal gas tragedy

મિથાઇલ આઇસોસાયનેટ નામના ઝેરી ગેસ જેમના શરીરમાં ગયો તે વધુ કમનસીબ હતાં. લગભગ ૩૦ હજાર આસપાસની સંખ્‍યામાં લોકોએ પોતાની જીંદગી ગુમાવી પડી અને બાકી રહેતા લોકોની જિંદગી ખોડ-ખાપણમાં વિતાવી પડી.

Related image

વિશ્વમાં યુનિયન કાર્બાઇડના પ્રકારના બે પ્‍લાન્‍ટ હતા જે વેસ્‍ટ અમેરીકા વર્ધાનમાં બીજું ભોપાલમાં કંપની દ્વારા સેવીગ નામની જંતુનાશક દવા બનાવવા આવતી જેના માટે કાચામાલ તરીકે મિથાઇલ આઇસલસાઇનેટ વાપરવામાં આવતું. આ ઝેરી રસાયણ પોતે ફોસ્‍ટજીન અને મોનોમિથાઇલમાઇન નામના પ્રાણઘાતક વાયુ વચ્‍ચે થતી રસાયણિક ક્રિયાના અંતે ઉત્‍પાદન થાય છે. મિથાઇલ આઇસોસાઇનનું આલ્‍ફામિથેઇલ જોડે સંયોજન કરવાથી સેવીન નામની જંતુનાશક દવા બંને ખુબ જ ઓછા પ્રકારના રસાયણો આ પ્રકારના ઝેરી અને ઓછા પ્રાણઘાતક છે.

૨-૩ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ભયંકર ગેસ દુર્ઘટનામાં હજારો લોકો માર્યા ગયા હતા. જેનો મુખ્ય આરોપી એન્ડરસન સામે પોલીસે ૩૦૪મી કલમ હેઠળ  કેસ દાખલ કર્યો હતો. પરંતુ રહસ્યમય સંજોગોમાં તેને જામીન મળી જતાં તે તત્કાલીન રાજ્ય સરકારની મદદથી ભોપાલ છોડીને ભાગી ગયો હતો.

Related image

આરોપીને ફેબ્રુઆરી-૧૯૯૨માં એન્‍ડરસનને અદાલતે ભાગેડું જાહેર ર્ક્‍યો હતો. જેનું ફ્લોરીડામાં  ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ મૃત્યુ થયું હતું.

કૃષિક્ષેત્રે ક્રાંતિ લાવવા તથા ઉત્‍પાદન વધારવા માટે જંતુનાશકની ખુબ જ જરૂર હતી અને દેશની જરૂરીયાતને ધ્‍યાનમાં રાખીને વિદેશી કંપની અહી પ્રવેશી હતી.

અમેરીકન કંપની યુનિયન કાર્બન કે જેસેવીન તથા ટેમીગ ઇન ગ્રીમીયનનું ઉત્‍પાદન કરતી હતી. જેમાં ભારત સ્‍થિત ભોપાલ કંપનીમાં તેનું ૫૧% હિસ્‍સો હતો. બાકીનો હિસ્‍સો એલ.ટી.સી. તથા આઇ.ડી.બી.આઇ.નું રોકાણ હતું. તે કંપનીના હેલ્‍થ અને એન્‍વાયરમેન્‍ટ ડાયરેકટર જેકશન ગ્રહીલ હતાં.

Image result for bhopal gas tragedy

૨ ડીસેમ્બરના રોજ રાત્રે જેપી નગર અને કાઝી કેમ્પની આજુબાજુ વસવાટ કરતા લોકોએ ક્યારેય કલ્પના પણ  નહી કરી હોય કે કાલ સવારનો સુરજ તેઓ નહી જોઈ શકે.

બહાર નિદ્રામાં પોઢેલા હજારો લોકોને ખબર નહતી કે તેમની સાથે શું થવાનું છે. યુનિયન કાર્બાઈડ ફેક્ટરી બધા માટે મોતનું મુખ બની ગઈ હતી.

ફેક્ટરીમાં રહેલો E-610 ટેંક નંબર ઈતિહાસના પન્ના પર લખી ગયો હતો. ભોપાલના લોકો ઇરછે તો પણ આ નંબરને ક્યારેય ભૂલી નહી શકે.

આ નંબરના જ વિશાળ ટેંકમાંથી ગેસ લીક થયો હતો.

ભોપાલમાં યુનિયન કાર્બાઇડે પોતાની ફેકટરી કાઝી કેમ્પ નજીક વર્ષ ૧૯૬૯માં શરુ કરી હતી.આ કંપની કીટકનાશક દવા બનાવતી હતી. પરંતુ કીટકને બદલે હજારો માસુમ લોકોના જીવ હોમાઈ ગયા હતા.

હજારો લોકોએ એક જ રાતમાં તેમના પરિવાર લોકોને ખોઈ દીધા હતા. આજે પણ તે રાતને સાંભળીને કે યાદ કરીને ભોપાલના લોકોના રૂવાંટા ઊંચા થઇ જાય છે.

સરકારી આંકડામાં મોતનો આંકડો ૪૦૦૦ કરતા ઓછો બતાવવામાં આવ્યો હતો પરંતુ હકીકતમાં આ આંકડો ૫૦,૦૦૦થી પણ વધારે રહ્યો હતો.

યુનિયન કાર્બાઇડની ભોપાલ કંપનીની સલામતીની વ્‍યવસ્‍થા યોગ્‍ય રીતે કામ કરતી નથી તેવા પ્રશ્નો અગાઉ ઘણી વખત ઉભા કરવામાં આવ્‍યા. પરંતુ નજર અંદાજ કરવામાં આવેલા ૧૯૮૧ તથા ૧૯૮૨માં આ પ્રકારના નાના અકસ્‍માતો પણ થયેલા. ભોપાલના એક સ્‍થાનીક વ્‍યકિતઓ ફેકટરીની સલામતીની દ્રષ્‍ટિએ કેટલાક પ્રશ્નો પણ ઉભા કરેલા. પરંતુ રાજ્‍ય સરકારે તે પ્રત્‍યે ધ્‍યાને આપેલ નથી.

ઘણી વખત આ ફેકટરીના લોકેશન અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ કોઈને તેની અસર નહતી પડી કે અત્યારે પણ નથી પડી.સુરક્ષાને અનદેખી કરીને માત્ર નફો વધારવાની ભૂખ પાછળ આવી દુર્ઘટના થઇ શકે છે તેની પર કોઈનું ધ્યાન નહતું ગયું.

આજે પણ હજારો પીડિતો ન્યાયની લડત લડી રહ્યા છે. ૩૪ વર્ષ થયા હોવા છતાં કેટલાય મૃતકના પરિવારને વળતર નથી મળ્યા.