Not Set/ ૨૧ વર્ષ પહેલા આ રાજકુમારીએ સમાજ સાથે ઝઘડીને કર્યા હતા લગ્ન, આજે માંગી રહ્યા છે છૂટાછેડા

જયપુરના પૂર્વ શાહી પરિવારની દીકરી અને ભાજપના પૂર્વ એમએલએ દિયા કુમારીએ તેના પતિ નરેન્દ્ર સિંહથી અલગ થવાનો નિર્ણય લીધો છે. છેલ્લા ઘણા દિવસથી તેમના વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. દિયા કુમારી અને તેના પતિ છેલ્લા ૫ વર્ષથી અલગ રહે છે. જયપુરના રોયલ પરિવારની રાજકુમારી દિયા કુમારીએ પોતાના લવ મેરેજના ૨૧ વર્ષ બાદ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. દિયા કુમારીએ […]

Top Stories India Trending

જયપુરના પૂર્વ શાહી પરિવારની દીકરી અને ભાજપના પૂર્વ એમએલએ દિયા કુમારીએ તેના પતિ નરેન્દ્ર સિંહથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા ઘણા દિવસથી તેમના વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. દિયા કુમારી અને તેના પતિ છેલ્લા ૫ વર્ષથી અલગ રહે છે. જયપુરના રોયલ પરિવારની રાજકુમારી દિયા કુમારીએ પોતાના લવ મેરેજના ૨૧ વર્ષ બાદ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.

દિયા કુમારીએ ફેમીલી કોર્ટમાં અરજી મૂકી છે.

દિયા કુમારી જયપુરના પૂર્વ મહારાજા સવાઈ ભવાની અને રાજમાતા પદ્મિની દેવીની દીકરી છે. તેમણે પોતાનો અભ્યાસ જયપુર, દિલ્લી અને લંડનથી કર્યો હતો. નરેન્દ્ર સિંહ રાજાવત સાથે તેમણે ૧૯૯૭મા ઓગસ્ટ મહિનામાં લગ્ન કર્યા હતા. તેમને બે દીકરા અને એક દીકરી છે.

વર્ષ ૨૦૧૩માં રાજનીતિમાં દિયાકુમારીએ શ્રી ગણેશ કર્યા હતા અને સવાઈ માધોપુરથી બીજેપીની ટીકીટ મળતા એમએલએ બન્યા હતા. આ વર્ષે પરિવારમાં થોડી પ્રોબ્લમને લીધે તેમણે વિધાનસભાની ચુંટણીમાં લડવાની ના પડી દીધી હતી.