Not Set/ સુપરસોનિક ક્રુજ મિસાઈલ “બ્રહ્મોસ”નું પોખરણ ખાતે કરાયું સફળતાપૂર્વક પ્રક્ષેપણ

પોખરણ, પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન દ્વારા બોર્ડર પર પોતાની ગતિવિધિઓ દ્વારા ભારત પર સતત દબાણ વધારવામાં આવી રહ્યું છે ત્યારે ભારત પણ પોતાના રક્ષા ક્ષેત્રે પણ હરણફાળ કરી રહ્યું છે. ગુરુવારે રાજસ્થાનના પોખરણમાં સુપરસોનિક ક્રુજ મિસાઈલ “બ્રહ્મોસ”નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. સુપરસોનિક ક્રુજ મિસાઈલ “બ્રહ્મોસ“એ ખાસ પ્રકારની દુનિયાની સૌથી ઝડપી એન્ટીશીપ મિસાઈલ છે. […]

India
through brahmos rajpath republic january missile passes 3d702e3c 842a 11e7 aa81 8a4dce36eef3 સુપરસોનિક ક્રુજ મિસાઈલ "બ્રહ્મોસ"નું પોખરણ ખાતે કરાયું સફળતાપૂર્વક પ્રક્ષેપણ

પોખરણ,

પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન દ્વારા બોર્ડર પર પોતાની ગતિવિધિઓ દ્વારા ભારત પર સતત દબાણ વધારવામાં આવી રહ્યું છે ત્યારે ભારત પણ પોતાના રક્ષા ક્ષેત્રે પણ હરણફાળ કરી રહ્યું છે. ગુરુવારે રાજસ્થાનના પોખરણમાં સુપરસોનિક ક્રુજ મિસાઈલ “બ્રહ્મોસ”નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.

સુપરસોનિક ક્રુજ મિસાઈલ “બ્રહ્મોસ“એ ખાસ પ્રકારની દુનિયાની સૌથી ઝડપી એન્ટીશીપ મિસાઈલ છે. આ પહેલા ગત વર્ષે નવેમ્બર મહિનામાં બ્રહ્મોસ મિસાઈલને ફાઈટર જેટ સુખોઈમાં લગાવવામાં આવી હતી અને તે સફળ રહ્યું હતું. ત્યારબાદ સુખોઈ અને બ્રહ્મોસની જોડીને “ડેડલી કોમ્બીનેશન” પણ કહેવામાં આવે છે.

રાજસ્થાનના પોખરણમાં સફળતાપૂર્વક કરવામાં આવેલી બ્રહ્મોસ એક સુપરસોનિક ક્રુજ મિસાઈલ છે અને તે ૩૭૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૨૯૦ કિમી સુધી પોતાનું ટાર્ગેટ ભેદી શકે છે. આ મિસાઈલ તેના અચૂક નિશાના માટે ખાસ જાણીતી છે. તેથી તેને “દાગો અને ભૂલ જાઓ” મિસાઈલ પણ કહેવામાં આઅવે છે.

બ્રહ્મોસ મિસાઈલ સામે અમેરિકાની ટોમ હોક મિસાઈલ પણ ટકતી નથી. આ ઉપરાંત બ્રહ્મોસ ઓછી ઉંચાઈએ પણ ઉડાન ભરી શકતી હોય છે જેથી તે હંમેશા રડારની પકડમાંથી બહાર રહે છે.

આ મિસાઈલના નામ અંગે વાત કરવામાં આવે તો ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મસ્કવા નદી પર બ્રહ્મોસ રાખવામાં આવ્યું છે અને તેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ભારત અને રશિયાના જોઈન્ટ વેન્ચર દ્વારા ડેવલોપ કરવામાં આવી છે.