Not Set/ સુપ્રીમ કોર્ટ દ્વારા બોફોર્સ ગોટાળાના કેસની બીજીવાર CBI તપાસ કરાવવાની પીટીશન ફગાવાઈ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ દ્વારા બોફોર્સ ગોટાળા મામલમાં હિંદુજા બંધુઓ સહિત તમામ આરોપીઓને દોષમુક્ત કરવા માટે હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપવા માટે કરાયેલી CBIની તપાસને શુક્રવારે ફગાવી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની ખંડપીઠ દ્વારા બોફોર્સ મામલામાં હાઈકોર્ટ દ્વારા હિન્દુજા બંધુઓને આરોપ મુક્ત કરવા વિરુધ અપીલ દાખલ કરવા માટે થયેલ વિલંબના સંબંધમાં CBIએ […]

Top Stories India Trending
65923 midblqrdnh 1503593014 1 સુપ્રીમ કોર્ટ દ્વારા બોફોર્સ ગોટાળાના કેસની બીજીવાર CBI તપાસ કરાવવાની પીટીશન ફગાવાઈ

નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટ દ્વારા બોફોર્સ ગોટાળા મામલમાં હિંદુજા બંધુઓ સહિત તમામ આરોપીઓને દોષમુક્ત કરવા માટે હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપવા માટે કરાયેલી CBIની તપાસને શુક્રવારે ફગાવી દેવામાં આવી છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની ખંડપીઠ દ્વારા બોફોર્સ મામલામાં હાઈકોર્ટ દ્વારા હિન્દુજા બંધુઓને આરોપ મુક્ત કરવા વિરુધ અપીલ દાખલ કરવા માટે થયેલ વિલંબના સંબંધમાં CBIએ જે પુરાવાઓ બતાવ્યા છે તેનથી તેઓ સંતુષ્ટ નથી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ કે એમ જોસેફ તેમજ જસ્ટિસ હેમંત ગુપ્તાની બેંચ દ્વારા CBIની અપીલ પર સુનાવણી કરવામાં આવી છે.

બોફોર્સ કેસમાં CBIની ૧૩ વર્ષ બાદ હિન્દુજા બંધુઓની વિરુધ કરાયેલી અપીલને સુપ્રીમ કોર્ટે સંભાળવા માટે ઇન્કાર કરી દીધો છે.

bofors 1541090150 સુપ્રીમ કોર્ટ દ્વારા બોફોર્સ ગોટાળાના કેસની બીજીવાર CBI તપાસ કરાવવાની પીટીશન ફગાવાઈ
national-supreme-court-reject-cbi-plea-reopen-bofors-case

અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૧ મે, ૨૦૦૫ના રોજ દિલ્હી હાઈકોર્ટના આદેશને ૧૩ વર્ષ બાદ CBI દ્વારા પડકારવામાં આવ્યો હતો, ત્યારે હવે ૪૫૨૨ દિવસોના વિલંબના કારણે સુપ્રીમ કોર્ટે આ કેસની બીજીવાર તપાસ કરાવવા માટે ઇન્કાર કર્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, “અજય અગ્રવાલવાળી પીટીશન કોર્ટમાં ચાલી રહી છે. CBI એમાં પક્ષકાર છે, જેથી તેઓ પોતાનો પક્ષ રાખી શકે છે”.

BOFORSa સુપ્રીમ કોર્ટ દ્વારા બોફોર્સ ગોટાળાના કેસની બીજીવાર CBI તપાસ કરાવવાની પીટીશન ફગાવાઈ
national-supreme-court-reject-cbi-plea-reopen-bofors-case

બીજી બાજુ CBI દ્વારા એટોર્ની જનરલ કે વેણુગોપાલને અજય અગ્રવાલની સુનાવણી સાથે જોડવાનો આગ્રહ કર્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ફગાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટના વર્ષ ૨૦૦૪ના નિર્ણયની વિરુધ ચાલુ વર્ષે ૨ ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં બોફોર્સ ગોટાળામાં હિન્દુજા બંધુઈ શ્રીચંદ્ર, ગોપીચંદ અને પ્રકાશચંદ વિરુધ તમામ આરોપોને રદ્દ કરાયા હતા.