Not Set/ મોરિશિયસ જઈ રહેલા સુષ્મા સ્વરાજનું પ્લેન ૧૪ મિનિટ સુધી રહ્યું સંપર્કની બહાર

નવી દિલ્હી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પોતાના VVIP  એયરક્રાફ્ટ મેઘદૂતમાં ત્રિવેન્દ્રમથી મોરિશિયસની યાત્રા કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓના પ્લેનનો અચાનક જ સંપર્ક તૂટી ગયો હતો. ૧૨-૧૪ મિનિટ સુધી વિદેશ મંત્રીના પ્લેનનો સંપર્ક તૂટવાના કારણે એરપોર્ટ ઓથોરિટીમાં હડકંપ મચી જવા પામ્યો હતો. શનિવારે વિદેશ મંત્રીના વિમાનનો એયરક્રાફ્ટ અને મોરિશિયસ એયર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેનો સંપર્ક […]

Top Stories
mainimg1515037217 મોરિશિયસ જઈ રહેલા સુષ્મા સ્વરાજનું પ્લેન ૧૪ મિનિટ સુધી રહ્યું સંપર્કની બહાર

નવી દિલ્હી,

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પોતાના VVIP  એયરક્રાફ્ટ મેઘદૂતમાં ત્રિવેન્દ્રમથી મોરિશિયસની યાત્રા કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓના પ્લેનનો અચાનક જ સંપર્ક તૂટી ગયો હતો. ૧૨-૧૪ મિનિટ સુધી વિદેશ મંત્રીના પ્લેનનો સંપર્ક તૂટવાના કારણે એરપોર્ટ ઓથોરિટીમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

શનિવારે વિદેશ મંત્રીના વિમાનનો એયરક્રાફ્ટ અને મોરિશિયસ એયર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેનો સંપર્ક તૂટવાના કારણે આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓ પણ ચિંતામાં મુકાઇ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે.

બીજી બાજુ વિદેશ મંત્રાલય દ્વારા આ પ્લેનના રડારમાંથી બહાર થયા બાદ ગુમ થવા અંગે કોઈ જાણકારી આપવાનો ઇન્કાર કર્યો હતો.

એયર ટ્રાફિક કંટ્રોલ સાથે જોડાયેલા એક સિનિયર અધિકારીએ જણાવ્યું, “અમારા સમુદ્રી એયરસ્પેસ, એયર ટ્રાફિક કંટ્રોલે પ્લેનના ગુમ થયા હોવાના એલાન બાદ લગભગ ૩૦ મિનિટ સુધીનો સમય લીધો હતો”.

જો કે ત્યારબાદ ફ્લાઈટના મોરિશિયસના એયરસ્પેસમાં પ્રવેશ કર્યાંના ૧૨ મિનિટ પછી INCERFA એલાર્મ બટન દબાવ્યું હતું, કારણ કે આ પ્લેન સાથે તેઓનો કોઈ સંપર્ક થઇ રહ્યો ન હતો.

વિદેશ મંત્રીના એયરક્રાફ્ટે શનિવાર સાંજે ૪ વાગ્યે ત્રિવેન્દ્રમથી મોરિશિયસ માટે ઉડાન ભરી હતી. પરંતુ ત્યારબાદ આ વિમાનના સંપર્ક ન થવા થયા બાદ સાંજે ૪.૪૪ વાગ્યે આ એલાર્મ બટન દબાવવામાં આવ્યું હતું. એલાર્મ બટન દબાવ્યા બાદ એયરક્રાફ્ટના પાઈલોટે મોરિશિયસ ATC સાથે ૧૪ મિનિટ બાદ ૪.૫૮ વાગ્યે સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તમામ ચિંતાઓ પર પૂર્ણવિરામ મુકાયું હતું.

ATCના સિનિયર અધિકારીએ જણાવ્યું, “અનિયમિત વીએચએફ કોમ્યુનિકેશનના કારણે દરિયાઈ વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યા આવતી હોય છે”.

તેઓએ વધુમાં કહ્યું, “કોઈ વાર જયારે વિમાનના પાઈલોટ મોરિશિયસ વિસ્તારમાં સંપર્ક કરવામાં સફળ રહેતા નથી ત્યારે આ પ્રકારની ભૂલ પણ થતી હોય છે. દરિયાઈ વિસ્તારોમાં રડાર કવરેજ નથી, જેથી તમામ વીએચએફ કોમ્યુનિકેશન પર જ નિર્ભર છે. જે જગ્યાઓ પર વીએચએફ કવરેજ હોતું નથી તેને ડાર્ક ઝોન કહેવામાં આવે છે.