ઓરિસ્સા,
ઓરિસ્સાના દરિયા કિનારે આવેલાં અબ્દુલ કલામ દ્વીપ પર સવારે ૮:૩૦ વાગ્યે ભારતીય સેનાની સ્ટ્રેટેજીક ફોર્સ કમાંડએ અગ્નિ-૫ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.અગ્નિ-૫ મિસાઇલ ૧૫ મીટર લાંબી અને ૧૨ ટન જેટલું વજન ધરાવે છે.જે એક ક્વીન્ટલ જેટલો પરમાણુંનો ભાર ઉપાડી શકે છે.
આ મિસાઇલના સફળ પરિક્ષણ પછી ભારતના પૂર્વીય રાષ્ટ્રપતિ સ્વર્ગીય એ. પી. જે અબ્દુલ કલામનું અગ્નિ-૫ નું સફળ પરીક્ષણ કરીને આજે તેમનું સ્વપ્ન પૂરું થઇ ગયું છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા બનાવવામાં આવેલા અગ્નિ-૫ મિસાઇલ ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલોપમેન્ટના પ્રોગ્રામનો એક ભાગ છે. મહત્વનું છે કે, પહેલા પણ ૨૦૧૨,૨૦૧૩,૨૦૧૫ અને ૨૦૧૬માં આ મિસાઈલનું પરીક્ષણ સફળતા પૂર્વક થઇ ચુકયું છે.
અગ્નિ-૫ના સફળ પરીક્ષણ બાદ ઇન્ટરકોન્ટીનેન્ટલ બલાસ્ટીક મિસાઈલ ધરાવતા દેશો જેમકે અમેરિકા ,બ્રિટન ,ફ્રાંસ ,ચીનમાં ભારત પણ સામેલ થઇ ગયું છે.
Balasore: India successfully test fired indigenously developed nuclear capable Agni-I (A) ballistic missile from Abdul Kalam Island off Odisha coast today at 8.30 AM. The test was conducted by the Strategic Force Command of Indian Army.
— ANI (@ANI) February 6, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અગ્નિ-૫ મિસાઈલએ માત્ર ૨૦ જ મિનિટમાં ચીન સુધી પહોચી તેના અનેક વિસ્તારોને ખતમ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ પૂર્વ દિશામાં ચીન અને ફીલીપાંસ અને પશ્ચિમ દિશામાં ઇટલી સુધી પહોંચી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
મહત્વની વાત એ છે, કે અગ્નિ- ૫ મિસાઈલએ ૮૫ % સ્વદેશી છે.
ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમને ચેન્નાઈમાં ઘોષણા કરી હતી કે અમે પરમાણું શક્તિથી સજ્જ એવી બેલાસ્ટિક મિસાઈલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કર્યું છે.
