Not Set/ સ્વામી અગ્નિવેશ પર ઝારખંડમાં બીજેપી યુવા મોરચાનાં કાર્યકર્તાઓ એ કર્યો હુમલો, ફાડ્યા કપડાં

ઝારખંડના પાકુડ જીલામાં મંગળવારે સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ ની ધુલાઇ કરી નાખી બીજેપી યુવા મોરચાના કાર્યકર્તાઓએ. એમણે અગ્નીવેશનો વિરોધ કર્યો અને ‘અગ્નિવેશ ગો બેક’ ના નારા લગાવવા લાગ્યા હતા. વિરોધ પ્રદર્શન કાળા ઝંડા દેખાડીને શરૂ થયું અને જોત જોતામાં જ ધક્કામુક્કી શરૂ થઇ ગઈ હતી. અને એટલા પુરતું સીમિત ન રહેતા પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું […]

Top Stories India
aa678b8e 89a6 11e8 82c5 1329a5e665e9 સ્વામી અગ્નિવેશ પર ઝારખંડમાં બીજેપી યુવા મોરચાનાં કાર્યકર્તાઓ એ કર્યો હુમલો, ફાડ્યા કપડાં

ઝારખંડના પાકુડ જીલામાં મંગળવારે સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ ની ધુલાઇ કરી નાખી બીજેપી યુવા મોરચાના કાર્યકર્તાઓએ. એમણે અગ્નીવેશનો વિરોધ કર્યો અને ‘અગ્નિવેશ ગો બેક’ ના નારા લગાવવા લાગ્યા હતા. વિરોધ પ્રદર્શન કાળા ઝંડા દેખાડીને શરૂ થયું અને જોત જોતામાં જ ધક્કામુક્કી શરૂ થઇ ગઈ હતી. અને એટલા પુરતું સીમિત ન રહેતા પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું. અને લોકો લાતો મારવા લાગ્યા, ચપ્પલ ફેકવા લાગ્યા હતા. સ્વામી અગ્નીવેશને ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવ્યા. એમની પાઘડી ખોલી નાખવામાં આવી, કપડા ફાડી નાખવામાં આવ્યા હતા.

swami agnivesh e1531832190550 સ્વામી અગ્નિવેશ પર ઝારખંડમાં બીજેપી યુવા મોરચાનાં કાર્યકર્તાઓ એ કર્યો હુમલો, ફાડ્યા કપડાં

સ્વામી અગ્નિવેશ ત્યાં એક પહાડી સમુદાયની સભામાં સંબોધન કરવા ગયા હતા. એ સભા પહેલા એમણે એક પ્રેસ કોન્ફરન્સ ને પણ સંબોધી હતી. વિરોધીઓનું કહેવું છે કે અગ્નિવેશ ઈસાઈ મિશનરી ના ઈશારે આદિવાસીયોને ભડકાવાનું કામ કરે છે. એમના ભાષણથી કાર્યકર્તાઓ નારાજ હતા અને એટલે જ એમણે સ્વામી અગ્નિવેશ વિરુદ્ધ પ્રદર્શન કર્યું પણ એણે હિંસાત્મક સ્વરૂપ લઇ લીધું હતું.

ભગવા કાર્યકર્તાઓ બીજેપીના હતા જેમણે સ્વામી અગ્નિવેશ નો વિરોધ કર્યો નારા લગાવ્યા અને ત્યારબાદ હોટેલ સામે બેસીને ધરણા પણ કર્યા હતા.

swami agnivesh attacked e1531832218459 સ્વામી અગ્નિવેશ પર ઝારખંડમાં બીજેપી યુવા મોરચાનાં કાર્યકર્તાઓ એ કર્યો હુમલો, ફાડ્યા કપડાં

આ આખી ઘટનાની જાણ થતા પોલીસ તુરત જ ઘટના સ્થળે પોલીસ દળ લઈને પહોચી ગઈ હતી અને લોકોના ટોળા વચ્ચેથી સ્વામી અગ્નીવેશને બહાર કાઢવામાં આવ્યા અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

પોતાના પર થયેલા હુમલા બાદ અગ્નિવેશે ન્યાયિક તપાસની માંગ કરી છે. જયારે પોલીસ અધિક્ષક શૈલેન્દ્ર બરનવાલ એ કહ્યું છે કે, દોષી લોકો જે છે આ આખી ઘટનામાં એમની ઓળખ થઇ રહી છે અને જે દોષી કરાર થશે એમની સામે કડક કાર્યવાહી થશે.