Twitter/ એલોન મસ્કે કરી ટ્વિટરના નવા CEOની જાહેરાત, આ મહિલા સંભળાશે પદભાર,જાણો

જ્યારે હું પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીશ. પ્લેટફોર્મને ઓલ-થિંગ્સ એપ Xમાં રૂપાંતરિત કરવા માટે હું લિન્ડા સાથે કામ કરવા આતુર છું.

Top Stories World
7 10 એલોન મસ્કે કરી ટ્વિટરના નવા CEOની જાહેરાત, આ મહિલા સંભળાશે પદભાર,જાણો

અબજોપતિ એલોન મસ્કે ટ્વિટરના નવા CEOના નામની જાહેરાત કરી છે. ટ્વિટરના માલિક મસ્કે ટ્વીટ કરીને કરી આ મોટી જાહેરાત, “હું ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિન્ડા યાકારિનોનું સ્વાગત કરવા આતુર છું.” લિન્ડા મુખ્યત્વે બિઝનેસ ઓપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે હું પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીશ. પ્લેટફોર્મને ઓલ-થિંગ્સ એપ Xમાં રૂપાંતરિત કરવા માટે હું લિન્ડા સાથે કામ કરવા આતુર છું.

અગાઉ, એલોન મસ્કએ જાહેરાત કરી હતી કે તેણે X/Twitter માટે નવા CEOની નિમણૂક કરી છે. તેમણે કહ્યું કે નવા CEO 6 અઠવાડિયામાં કામ શરૂ કરશે. મસ્કના જણાવ્યા અનુસાર, તેમની ભૂમિકા એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીટીઓ તરીકેની રહેશે, જે ઉત્પાદન, સોફ્ટવેર અને સિસ્ટમ ઓપરેટર્સની દેખરેખ કરશે.