વડોદરા/ MSUની ટેક્નોલોજી ફેકલ્ટીના પ્રોફેસર સામે વિધાર્થીએ લગાવ્યા ગંભીર આરોપ,પોલીસમાં કરી અરજી,જાણો

વડોદરામાં એમએસ યુનિવર્સિના ટેકનોલોજી વિભાગમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર અને વિધાર્થી વચ્ચે થયેલા વિવાદ સામે આવ્યો છે

Top Stories Gujarat
9 29 MSUની ટેક્નોલોજી ફેકલ્ટીના પ્રોફેસર સામે વિધાર્થીએ લગાવ્યા ગંભીર આરોપ,પોલીસમાં કરી અરજી,જાણો

વડોદરામાં એમએસ યુનિવર્સિના ટેકનોલોજી વિભાગમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર અને વિધાર્થી વચ્ચે થયેલા વિવાદ સામે આવ્યો છે.વિધાર્થીએ  અધ્યાપક સામે ગંભીર આરોપો લગાવ્યા છે. ટેક્નોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીએ પ્રાધ્યાપક સામે ગાળો બોલી જાતિ વિષયક અપમાન કર્યું હોવાનો અને બેથી ત્રણ હજાર કે સારી બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કીની માગી હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીએ વીસી અને સિન્ડિકેટ સભ્યને પત્ર લખી તપાસની માગ કરી છે. તેણે રાવપુરા પોલીસ મથકે અરજી આપી છે.

ઉલ્લેખનીય છે કે ટેક્નોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીએ પત્રમાં જણાવ્યું છે કે, વિદેશમાં ભણવા અને સારી કંપનીમાં જોબ કરવા ભલામણપત્રની જરૂર હોવાથી તે મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિ. પ્રોફેસર નિકુલ પટેલ પાસે ગયો હતો. પ્રાધ્યાપકે તેને ગાળો બોલી જાતિ વિષયક અપમાન કર્યું હતું અને બેથી ત્રણ હજાર કે સ્કોચ વ્હીસ્કી માગી હતી.આ મામલે વિદ્યાર્થીએ ના પાડી હતી જે મામલે વધુ પેચીદો બન્યો હતો.  વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે કે, પ્રાધ્યાપકે તેને મારી નાખવાની ધમકી આપી છે . વિદ્યાર્થીએ યુનિવર્સિટીના કાયદા મુજબ તેની વિરુદ્ધ સખત પગલાં ભરવા માગ કરી છે. બે દિવસ અગાઉ વિદ્યાર્થીએ રાવપુરા પોલીસ મથકે પણ અરજી કરી હતી.

નોંધનીય છે કે રાવપુરા પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થી ભરત રાજવંશીએ નિકુલ પટેલ સામે અરજી નોંધાવી છે. જેના સંદર્ભમાં તેનું નિવેદન લીધું છે. અરજીમાં બિભત્સ ભાષાના ઉપયોગનો ઉલ્લેખ નથી.’ ઉલ્લેખનીય છે કે, નિકુલ પટેલે મેમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિવાદમાં વિવાદિત વિદ્યાર્થીનો પક્ષ લઇને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ સિન્ડિકેટમાં આ મુદ્દો ચર્ચાયો હતો. જેની તપાસ માટે કમિટીની રચના કરાઈ છે

આ મામલે અધ્યાપક નિકુલ પટેલે કહ્યું કે આ વિદ્યાર્થીને લેટર ઓફ રેકમેન્ડેશન આપી દીધું છે.20 વર્ષના કાર્યકાળમાં નિષ્ઠાથી સેવા આપી છે. આક્ષેપો સાબિત નહીં કરી શકે તો માનહાનિનો દાવો કરીશું.વીસીને વિનંતી કરીએ છીએ કે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. આ ઘટના પાછળ કાવતરું કરાયું છે