Not Set/ જમ્મુમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો, ૨ જવાન શહીદ

જમ્મુ, જમ્મુ-કાશ્મીરના સુંજવામાં આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો થતા જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (જેસીઓ) એમ અશરફ મીર અને મદનલાલ નામના ૨ જવાન શહીદ થયા છે. આ ઉપરાંત એક જવાનની પુત્રી પણ ઘાયલ થઈ છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ મુદ્દે જમ્મુ-કાશ્મીરના ડીજીપી સાથે ટેલીફોન પર વાતચીત કરી છે. ડીજીપી એસપી વૈદ્યે આતંકી હુમલા અંગે ગૃહમંત્રીને સમગ્ર […]

Top Stories
kashmir attack જમ્મુમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો, ૨ જવાન શહીદ

જમ્મુ,

જમ્મુ-કાશ્મીરના સુંજવામાં આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો થતા જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (જેસીઓ) એમ અશરફ મીર અને મદનલાલ નામના ૨ જવાન શહીદ થયા છે. આ ઉપરાંત એક જવાનની પુત્રી પણ ઘાયલ થઈ છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ મુદ્દે જમ્મુ-કાશ્મીરના ડીજીપી સાથે ટેલીફોન પર વાતચીત કરી છે. ડીજીપી એસપી વૈદ્યે આતંકી હુમલા અંગે ગૃહમંત્રીને સમગ્ર માહિતી આપી હતી. સમગ્ર સ્થિતિ પર ગૃહ મંત્રાલય સીધી નજર રાખી રહ્યુ છે.

આ હુમલો પાંચ જેટલા આતંકીઓએ મળીને કર્યો હોવાનુ મનાઈ રહ્યુ છે, જેઓ કેમ્પની અંદર છુપાયેલા છે. સેનાએ આ આતંકીઓને ચારેય બાજુથી ઘેરીને તેમને ઠાર કરવાનુ ઓપરેશન હાથ ધર્યુ છે. પોલીસ પણ આ ઓપરેશનમાં જોડાઈ છે. ઓપરેશનને પાર પાડવા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જમ્મુના આઈજી એસડી સિંહે જણાવ્યુ હતું કે, સવારે ૦૪-૫૫ કલાકે એક સંત્રીએ શંકાસ્પદ હરકત જોઈ હતી. જેથી તેણે ફાયરીંગ કર્યુ તો સામેથી પણ ફાયરીંગ થવા લાગ્યુ. આ હુમલા પાછળ કેટલા આતંકીઓ છે. તેનો સાચો આંકડો હજી સામે આવ્યો નથી. પરંતુ ૪ થી ૫ આતંકીઓ હોવાની આશંકા છે. આતંકી હુમલા બાદ જમ્મુ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયુ છે. તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

માનવામાં આવી રહ્યુ છે, કે આતંકીઓએ સેનાના કેમ્પના પાછલા ગેટ પર હુમલો કર્યો હતો. તેઓ ફાયરીંગ કરતા કેમ્પમાં દાખલ થયા હતા. સેનાએ જવાબી કાર્યવાહી કરી તો આતંકીઓ કેમ્પમાં છુપાઈ ગયા હતા. રીપોર્ટ મુજબ આતંકીઓ કેમ્પમાં ઘુસ્યા છે. આ કેમ્પમાં કેટલોક વિસ્તાર રેસીડેન્સીયલ છે, જેમાં સૈનિકોના પરિવારો માટે ઘર બનાવવામાં આવ્યા છે.