Not Set/ ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, “પૃથ્વી શોની ટેકનિક સચિન સાથે મળતી આવે છે”

દિલ્લી, ભારતીય અંડર-૧૯ ટીમના કેપ્ટન અને IPLની ૧૧મી સિઝનમાં દિલ્લી ડેરડેવિલ્સની ટીમના ઓપનર બેટ્સમેન પૃથ્વી શો હાલ પોતાના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માર્ક વોએ પણ આ યંગ ખેલાડીની પ્રશંસા કરી છે. સ્પોટ ચેનલ સ્ટાર સ્પોર્ટ્સના “સિલેક્ટ ડગઆઉટ” શોમાં નિષ્ણાત તરીકે શામેલ થયેલા માર્ક વોએ જણાવ્યું, “પૃથ્વી શોની ટેકનિક ભારતના મહાન […]

Sports
fgdgg ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, "પૃથ્વી શોની ટેકનિક સચિન સાથે મળતી આવે છે"

દિલ્લી,

ભારતીય અંડર-૧૯ ટીમના કેપ્ટન અને IPLની ૧૧મી સિઝનમાં દિલ્લી ડેરડેવિલ્સની ટીમના ઓપનર બેટ્સમેન પૃથ્વી શો હાલ પોતાના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માર્ક વોએ પણ આ યંગ ખેલાડીની પ્રશંસા કરી છે.

સ્પોટ ચેનલ સ્ટાર સ્પોર્ટ્સના “સિલેક્ટ ડગઆઉટ” શોમાં નિષ્ણાત તરીકે શામેલ થયેલા માર્ક વોએ જણાવ્યું, “પૃથ્વી શોની ટેકનિક ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર જેવી છે”.

Mark Waugh M 0 ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, "પૃથ્વી શોની ટેકનિક સચિન સાથે મળતી આવે છે"

પૃથ્વી શોની બેટિંગ ટેકનિકની તુલના સચિન સાથે કરતા તેઓએ જણાવ્યું, “મારી નજરમાં આ ખેલાડીનું સૌથી પહેલા કોઈ આવશે તો તે છે તેની ટેકનિક છે. શોની ટેકનિક સચિન સાથે મળતી આવે છે. તે પોતાની રમત દરમિયાન ક્રિઝ પર ખુબ શાંત હોય છે અને વિકેટની આસ-પાસ જ પોતાના ક્રિકેટીંગ શોટ રમતા હોય છે”.

Prithvi Shaw 1 ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, "પૃથ્વી શોની ટેકનિક સચિન સાથે મળતી આવે છે"

માર્ક વોએ વધુમાં જણાવ્યું, “કોઈ પણ બોલરના બોલ પર શોટ રમવા માટેનો તેનો આધાર ખુબ સારો છે. તેની રમવાની ટેકનિક પણ સચિન સાથે મળતી આવે છે, તે થોડાક સમય પછી બોલ પર શોટ મારતો હોય છે અને કોઈ પણ બોલર સામે શોટ સહજતાથી રમતો હોય છે. આ તમામ પાસાઓ તેંડુલકર જેવા જ છે”.

મહત્વનું છે કે, પૃથ્વી શોએ IPLની આ સિઝનમાં ૨૩ એપ્રિલના રોજ કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમાયેલી મેચથી ડેબ્યુ કર્યું હતું અને આ મેચમાં શોએ માત્ર ૦ બોલમાં ૨૨ રન ફટકાર્યા હતા. દિલ્લી ડેરડેવિલ્સની ટીમ તરફથી રમતા પૃથ્વી શોએ આ સિઝનમાં ૧૬૬.૬૬ના સ્ટ્રાઈક રેટથી ૧૪૦ રન બનાવ્યા છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય અંડર-૧૯ ટીમના કેપ્ટન પૃથ્વી શોનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. પરંતુ શો જયારે નાનો હતો ત્યારે તેની માતાનું મોત નીપજ્યું હતું. જો કે ત્યારબાદ શોના ક્રિકેટ કેરિયર માટે તેના પિતાએ પોતાનો બિઝનેશ છોડી દીધો હતો.