Not Set/ આસારામ પહેલા રેપના મામલાઓમાં આ સંતો પણ ભોગવી રહ્યા છે જેલની સજા

જોધપુર, સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જોધપુરની સેન્ટ્રલ જેલમાંથી જજ મધુસુદન શર્માએ જે નિર્ણય સંભળાવ્યો તેમાં આસારામ સહિત શરદ, શિલ્પીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે જ્યારે શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ પહેલીવાર નથી જયારે કોઈ સંત કે બાબાને રેપના મામલે […]

Top Stories India

જોધપુર,

સગીરા પર રેપ કેસમાં આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જોધપુરની સેન્ટ્રલ જેલમાંથી જજ મધુસુદન શર્માએ જે નિર્ણય સંભળાવ્યો તેમાં આસારામ સહિત શરદ, શિલ્પીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે જ્યારે શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

જો કે આ પહેલીવાર નથી જયારે કોઈ સંત કે બાબાને રેપના મામલે સજા ફટકારવામાં આવી ચુકી છે અને હાલ તેઓ જેલની સજા ભોગવી રહ્યા છે :

  • ગુરમીત રામ રહીમ :

આ પહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ વિરુધ એક સાધ્વીના જાતીય શોષણના મામલાના કેસમાં CBI સ્પેશિયલ કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકારી છે.

  • સ્વામી પરમાનંદ :

તમિલનાડુના તિરુચિરાપલ્લી આશ્રમમાં સ્વામી પરમાનંદ ૧૩ મહિલાઓના રેપના કેસમાં જેલમાં બંધ છે. આ મહિલાઓમાં બાળકની પ્રાપ્તિ માટે ઈચ્છુક સ્ત્રી અનુયાયીઓ શામેલ છે. આ ઉપરાંત સ્વામી પરમાનંદ પર શ્રીલંકાના યુવકની હત્યા કરવાનો પણ આરોપ છે.

બાબા રામ શંકર તિવારી ઉર્ફ સ્વામી પરમાનંદનો એક કથિત સેક્સ વિડીયો પણ વાઈરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ અશ્લીલતા અંગેના સાહિત્ય વાંચતા હતા તેમજ શક્તિવર્ધક દવાઓનો ઉપયોગ પણ કરતા હતા.

  • સ્વામી નિત્યાનંદ :

બેંગલુરુ-મૈસુર હાઇવે પર આવેલા નિત્યાનંદ ધ્યાનાદીપમ નામનો આશ્રમ સંચાલિત કરવાવાળા સ્વામી નિત્યાનંદ દક્ષિણ ભારતમાં પ્રખ્યાત ધર્મગુરુ છે. ૨૦૧૦માં એક સેક્સ સીડી સામે આવી હતી જેમાં કથિત રીતે નિત્યાનંદ એક અભિનેત્રી સાથે આપત્તિજનક હાલતમાં જોવા મળ્યા હતા.

જો કે ત્યારબાદ આ કથિત સીડીની તપાસ ફોરેન્સિક લેબમાં કરવામાં આવી હતી જેમાં તે યોગ્ય જોવામાં આવી હતી. આ કેસ મામલે નિત્યાનંદને જેલ પણ થઇ હતી પરંતુ ત્યારબાદ તેઓને જમાનત મળી હતી.

  • ભીમાનંદ મહારાજ :

ચિત્રકૂટના ચમરૌહા ગામના રહેવાસી ભીમાનંદ મહારાજ પર પણ સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો હતો. વર્ષ ૧૯૯૭માં દિલ્લીના લાજપત નગરથી ધરપકડ કરાયા બાદ ભીમાંનંદે જેલમાંથી છુટ્યા બાદ પોતાને સાઈબાબાનાં અવતાર ઘોષિત કર્યા હતા.

આ પહેલા તેઓ એક ગાર્ડની નોકરી કરવાવાળા ભીમાનંદનું વાસ્તવિક નામ શિવમૂરત દ્વિવેદી છે. બાબા બન્યા બાદ માત્ર ૧૨ વર્ષની અંદર સ્વામી ભીમાંનંદે કરોડો રૂપિયાની સંપત્તિ ઉભી કરી હતી.