દિલ્લી,
આપના લોકશાહી દેશમાં કોઈ સામાન્ય વ્યક્તિને IAS, IFS, IPS કે અન્ય અધિકારી વર્ગ તરીકે કાર્યરત થવા માટે કેટલાક માપદંડ બનાવવામાં આવ્યા છે. જયારે દેશના રાજકારણીઓ કે જે જેલમાં બેઠા બેઠાં સંસદના બંને ગૃહો કે વિધાનસભાની ચુંટણી લડવા માટે કોઈ જોગવાઈઓ આપના બંધારણમાં કરવામાં આવી નથી. કોઈ પણ સજાપાત્ર ગુનેગાર, બુટલેગર કે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ ચુંટણી લડી શકતા હોય છે. ત્યારે આ અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓને રાજકારણમાંથી દુર રાખવા માટે ચૂંટણીપંચે દેશની સર્વોચ્ચ અદાલતમાં માંગ કરી છે.
ચુંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે કે, જે પણ રાજકીય પાર્ટીના આગેવાન પર ગુનાખોરીનો આરોપ હોય અને પાંચ વર્ષની સજા થઈ હોય તેવા નેતાઓ ઉપર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
કેન્દ્ર સરકારને આ કાયદામાં સુધારો કરવાનો સર્વોચ્ચ અદાલત નિર્દેશ કરે તેવી માગણી પણ કરી છે. આ ઉપરાંત ચુંટણી પંચની શરત છે કે ચૂંટણીના ઓછામાં ઓછા છ મહિના પહેલાં કેસ નોંધાયેલા હોય તો તે ચુંટણી લડી શકે નહી.
આ નિર્ણય બાદ ગંભીર અપરાધોને મામલે કેસનો સામનો કરી રહેલા નેતાઓનાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાગી શકે છે. આ સમગ્ર મામલે રાજકીય દુશ્મનાવટ કરનારા લોકો તેનો દુરૂપયોગ કરી શકે છે.
આપને જણાવી દઈએ કે હાલમાં ગુનાહિત માનસ ધરાવતી વ્યક્તિ કે ગુનેગારો પણ જેલમાં બેઠા બેઠાં ઉમેદવારી કરીને ચૂંટણી લડીને જીત્યા હોય તેવા દાખલા આપણે ત્યાં છે. જો કે સંસદમાં કે વિધાનસભામાં લૂંટ, હત્યા, બળાત્કારના આરોપો લાગેલા હોય તેવા ગુનેગારો પણ સંસદસભ્ય કે ધારાસભ્ય પોતાનું સ્થાન શોભાવે છે.
ત્યારે ચુંટણી પંચે માંગ કરી છે, કે કેન્દ્ર સરકારને કાનૂનમાં સુધારો કરવાનો સુપ્રીમ કોર્ટ નિર્દેશ કરે. રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એકટમાં સુધારો થવો જોઈએ, આનાથી ગંભીર અપરાધોના મામલે કેસનો સામનો કરી રહેલા નેતાઓના ચૂંટણી લડવા પર રોક લાગી શકે છે.
