Not Set/ ગંગામાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ત્રણ બાળકો ડૂબ્યા, એકની ડેડબોડી મળી

ઉત્તર પ્રદેશમાં હરદોઇ જીલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે ગંગા નદીમાં નાહવા માટે ગયેલા ત્રણ બાળકો ડૂબી ગયા છે. ત્રણ બાળકોમાંથી અત્યાર સુધીમાં એકની જ ડેડ બોડી મળી આવે છે જયારે બાકીના ૨ ની લાશ માટે હાલ શોધખોળ થઇ રહી છે. આ ઘટના બેરીયા ઘાટની છે. અહી ગંગા કિનારે ત્રણ બાળકો અચાનક ડૂબી […]

India Trending
Drown ગંગામાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ત્રણ બાળકો ડૂબ્યા, એકની ડેડબોડી મળી

ઉત્તર પ્રદેશમાં હરદોઇ જીલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે ગંગા નદીમાં નાહવા માટે ગયેલા ત્રણ બાળકો ડૂબી ગયા છે.

ત્રણ બાળકોમાંથી અત્યાર સુધીમાં એકની જ ડેડ બોડી મળી આવે છે જયારે બાકીના ૨ ની લાશ માટે હાલ શોધખોળ થઇ રહી છે.

આ ઘટના બેરીયા ઘાટની છે. અહી ગંગા કિનારે ત્રણ બાળકો અચાનક ડૂબી ગયા હતા. ઉપસ્થિત લોકોએ પોલીસને જાણ કરતા તે ઘટના સ્થળ પર દોડી આવી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગંગામાં ડૂબેલા ત્રણેય બાળકો એક જ પરિવારના છે.

૧૦ વર્ષીય કૃષ્ણા, ૮ વર્ષીય અંશુ અને ૮ વર્ષીય ઈશુ તરીકે આ બ્લ્કોની ઓળખાણ થઇ છે જેમાંથી કૃષ્ણાનું શબ મળી આવ્યું છે.