Not Set/ સ્વતંત્રતા દિવસની ભેટ : પાકિસ્તાનના બે જવાનોને સેનાએ કર્યા ઢેર

આજે મંગળવારે પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ માનવી રહ્યું છે. આવતી કાલે ભારત પણ આઝદી દિવસ મનાવશે. પરંતુ આ મોકા પર પણ પાકિસ્તાન એની નાપાક હરકત છોડી નથી શકતું. 14 ઓગસ્ટે સવારે પાકિસ્તાને કુપવાડાના તંગધાર વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન તરફથી ભારતની અનિલ પોસ્ટ, ચિતક પોસ્ટ અને બ્લેક રોડ પોસ્ટ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સવારે લગભગ […]

Top Stories India
army 1 650 011615062935 સ્વતંત્રતા દિવસની ભેટ : પાકિસ્તાનના બે જવાનોને સેનાએ કર્યા ઢેર

આજે મંગળવારે પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ માનવી રહ્યું છે. આવતી કાલે ભારત પણ આઝદી દિવસ મનાવશે. પરંતુ આ મોકા પર પણ પાકિસ્તાન એની નાપાક હરકત છોડી નથી શકતું. 14 ઓગસ્ટે સવારે પાકિસ્તાને કુપવાડાના તંગધાર વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.

પાકિસ્તાન તરફથી ભારતની અનિલ પોસ્ટ, ચિતક પોસ્ટ અને બ્લેક રોડ પોસ્ટ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સવારે લગભગ 7:15 વાગ્યે પાકિસ્તાને સીઝફાયર તોડ્યું હતું. જેનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની જવાનો માર્યા ગયા હતા. જણાવી દઈએ કે પાકિસ્તાને એક દિવસ પહેલા સીઝફાયર તોડ્યું હતું, જેમાં એક ભારતીય જવાન શહિદ થયા હતા.

dbudmysv0aiti m1 e1534229769607 સ્વતંત્રતા દિવસની ભેટ : પાકિસ્તાનના બે જવાનોને સેનાએ કર્યા ઢેર

સોમવારે સાંજે કુપવાડાના તંગધારમાં આતંકીઓ સાથે થયેલી મુઠભેડમાં એક જવાન શહિદ થયા હતા. આતંકીઓ મુઠભેડ દરમિયાન ત્યાંથી ભાગી નીકળ્યા હતા.

મહત્વનું છે કે પાકિસ્તાને હજુ થોડા દિવસ પહેલા જ બાંદીપોરના ગુરેઝ સેક્ટરમાં સીઝફાયર તોડ્યું હતું. આ દરમિયાન ઘણા આતંકીઓએ ઘુસપેઠ કરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ચાર આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલી આ મુઠભેડમાં બે જવાન શહિદ થયા હતા.