Not Set/ યુનેસ્કોએ પોતાના રિપોર્ટમાં ઇન્ડિયા + કાશ્મીર લખ્યા બાદ વકર્યો વિવાદ

દિલ્લી, વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે નિમિત્તે યુનેસ્કો દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ રિપોર્ટને લઇ મોટા વિવાદે જન્મ લીધો છે. ગુરુવારે યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં દુનિયાના દેશોના નામની યાદી રજુ કરવામાં આવી હતી, પરંતુ આ રિપોર્ટમાં ભારતના નામ સાથે ઇન્ડિયા + કાશ્મીર લખાયા બાદ એક વિવાદ ઉભો થયો છે. આ જાહેર કરાયેલા રિપોર્ટના […]

Top Stories
1507828140 244440 1507828495 noticia normal યુનેસ્કોએ પોતાના રિપોર્ટમાં ઇન્ડિયા + કાશ્મીર લખ્યા બાદ વકર્યો વિવાદ

દિલ્લી,

વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે નિમિત્તે યુનેસ્કો દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ રિપોર્ટને લઇ મોટા વિવાદે જન્મ લીધો છે. ગુરુવારે યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં દુનિયાના દેશોના નામની યાદી રજુ કરવામાં આવી હતી, પરંતુ આ રિપોર્ટમાં ભારતના નામ સાથે ઇન્ડિયા + કાશ્મીર લખાયા બાદ એક વિવાદ ઉભો થયો છે.

આ જાહેર કરાયેલા રિપોર્ટના રિલીઝને જોવા માટે આવેલા લોકોએ પણ સવાલો ઉભા કરતા જણાવ્યું, “શું આ રિપોર્ટ કાશ્મીરના અસ્તિત્વને સ્વીકારે છે”.

બીજી બાજુ યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટને તૈયાર કરનારી વિંગ ધ યુનેસ્કો-ઇન્ટરનેશનલ ઓફ જર્નાલિસ્ટ (IFJ)ના દક્ષિણ  એશિયાના કોઓર્ડિનેટરે ઉજ્જવલ આચાર્યએ આ વાતને માનવાથી ઇન્કાર કર્યો છે.

IFJ દ્વારા જણાવવામાં આવ્યું, “કાશ્મીરને દક્ષિણ એશિયાના સૌથી વિસ્ફોટક (સંવેદનશીલ) ક્ષેત્ર હોવાના કારણે એક ખાસ ફોકસના ભાગરૂપે અલગથી દર્શાવવામાં આવ્યું છે.

આ કોઈ નવી વાત નથી, ગત વર્ષે પણ છત્તીસગઢ, કબુલ, શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાનના કેટલાક ક્ષેત્રોને આ જ પ્રમાણે દર્શાવવામાં આવી ચુક્યા છે.

મહત્વનું છે કે, ગુરુવારે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસના અવસર પર કઠોર નીતિ અને સાહસ-દક્ષિણ એશિયા પ્રેસ સ્વતંત્રતા  ૨૦૧૭-૧૮ના નામથી આ રિપોર્ટ યુનેસ્કોના હેડક્વાર્ટરમાં જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલા પણ કાશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને ખોટા દર્શાવવા પર વિવાદ ઉભા થઇ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, નવા કાયદા હેઠળ કોઈ પણ વિસ્તારનો નકશો ખોટો બતાવવા પર ૧૦૦ કરોડ રૂપિયાનો દંડ અને ૭ વર્ષ સુધીની જેલની સજા પણ થઇ શકે છે.