Not Set/ બ્રહ્મોસ મિસાઈલની જાણકારી લીક કરવા મામલે DRDOના કર્મચારીની યુપી ATSએ કરી ધરપકડ

નવી દિલ્હી, ભારતના રક્ષા ઉપકરણોની ગુપ્ત માહિતી લીક કરવાના મામલે ભારતીય એજન્સીઓને મોટી સફળતા મળી છે. ઉત્તરપ્રદેશ ATS દ્વારા સોમવારે મહારાષ્ટ્રના નાગપુરમાં સ્થિત બ્રહ્મોસ એરોસ્પેસ સેન્ટર પાસે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. #UPDATE Nishant Agarwal has been nabbed by Uttar Pradesh Anti-Terror squad on charges of spying, he was working in Brahmos unit in […]

Top Stories India Trending
dc Cover isc9agcra2draa1lrv3lj6hhp4 20180818010032.Medi બ્રહ્મોસ મિસાઈલની જાણકારી લીક કરવા મામલે DRDOના કર્મચારીની યુપી ATSએ કરી ધરપકડ

નવી દિલ્હી,

ભારતના રક્ષા ઉપકરણોની ગુપ્ત માહિતી લીક કરવાના મામલે ભારતીય એજન્સીઓને મોટી સફળતા મળી છે. ઉત્તરપ્રદેશ ATS દ્વારા સોમવારે મહારાષ્ટ્રના નાગપુરમાં સ્થિત બ્રહ્મોસ એરોસ્પેસ સેન્ટર પાસે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ATS દ્વારા ધરપકડ કરવામાં આવેલા DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના કર્મચારી નિશાંત અગ્રવાલ પર આરોપ છે કે, તે ભારતના રક્ષા ક્ષેત્રની સૌથી મહત્વપૂર્ણ મિસાઈલ “બ્રહ્મોસ”ની જાણકારી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને અમેરિકાની એજન્સીઓને આપતો હતો.

RTR1LJ5D બ્રહ્મોસ મિસાઈલની જાણકારી લીક કરવા મામલે DRDOના કર્મચારીની યુપી ATSએ કરી ધરપકડ
national-up-ats-drdo-officer-isi-pakistan-america-brahmos-information-nagpur-arrest

મળતી માહિતી મુજબ, ધરપકડ કરવામાં આવેલા DRDOનો કર્મચારી નાગપુર સ્થિત બ્રહ્મોસ યુનિટના કાર્યરત હતો અને ત્યારે જ સોમવાર સવારે જ યુપી ATS અને ઇન્ટેલિજન્સ મિલિટ્રી દિલ્હી દ્વારા કરવામાં આવેલી રેડમાં તેની ધરપકડ કરાઈ હતી.

DRDOમાં ૪ વર્ષથી કામ કરી રહ્યો હતો નિશાંત

નિશાંત અગ્રવાલ કે જે ઉત્તરાખંડનો રહેવાસી છે અને તે છેલ્લા ૪ વર્ષથી DRDOના નાગપુર યુનિટમાં કામ કરી રહ્યો હતો. તેની ગુપ્ત માહિતી શેર કરવાના આરોપમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, એક ટીમ દ્વારા રવિવાર રાતથી જ નિશાંતને ટ્રેક કરી રહી હતી અને ત્યારબાદ સોમવારે છાપેમારી કર્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી.