Not Set/ યુપી : ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકોના ઘટનાસ્થળે મોત

યુપીના બદાયુના રાસુરપુર ગામમાં શુક્રવારે ફટાકડા બનાવવા દરમિયાન થયેલા એક જોરદાર ધડાકામાં 8 લોકોના મોત થયા છે, જયારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ધડાકો થવાના કારણે આખી ઇમારત ક્ષતિગ્રસ્ત થઇ ગઈ છે. મળતી જાણકારી મુજબ, એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દબાયેલો છે. ઘટનાસ્થળે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર છે. ઇજાગ્રસ્તોને જિલ્લા […]

Top Stories India
26 10 2018 fcf42c1c 28cd 4ec9 b2c7 e9363afd6df5 18574556 યુપી : ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકોના ઘટનાસ્થળે મોત

યુપીના બદાયુના રાસુરપુર ગામમાં શુક્રવારે ફટાકડા બનાવવા દરમિયાન થયેલા એક જોરદાર ધડાકામાં 8 લોકોના મોત થયા છે, જયારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ધડાકો થવાના કારણે આખી ઇમારત ક્ષતિગ્રસ્ત થઇ ગઈ છે.

blast 1540558481 618x347 e1540565671785 યુપી : ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકોના ઘટનાસ્થળે મોત

મળતી જાણકારી મુજબ, એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દબાયેલો છે. ઘટનાસ્થળે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર છે. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટના સિવિલ લાઈન વિસ્તારના રાસુરપુર ગામની છે. જાણકારી મુજબ, મકાનની અંદર ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. અચાનક જ જોરદાર ધડાકો થયો. જેનાથી 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા. જયારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

badaun 1540555630 યુપી : ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકોના ઘટનાસ્થળે મોત

દુર્ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથે બદાયુંના ડીએમને ઘટનાસ્થળે જઈને રાહત બચાવ કાર્ય કરવાનો આદેશ આપ્યો છે. હાલ, ઘટનાસ્થળે  ભારે સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.