Not Set/ ચાલતી ટ્રેનમાં એક શખ્સ મહિલા સાથે કરતો રહ્યો છેડછાડ, મદદ કરવાના બદલે લોકો જોતા રહ્યા તમાશો

મુંબઈ, દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈની લાઈફ લાઈન કહેવાતી થાણે-સીએસટી લોકલ ટ્રેનમાં એક મહિલા સાથે છેડછાડ કરવામાં આવી નથી પરંતુ આ ઘટનામાં ચોકાવનારી વાત કે છે કે લોકલ ટ્રેનમાં સવાર અન્ય લોકો આ મહિલાની મદદ કરવાને બદલે માત્ર તમાશો જોઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગુરુવાર […]

India
KKK ચાલતી ટ્રેનમાં એક શખ્સ મહિલા સાથે કરતો રહ્યો છેડછાડ, મદદ કરવાના બદલે લોકો જોતા રહ્યા તમાશો

મુંબઈ,

દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈની લાઈફ લાઈન કહેવાતી થાણે-સીએસટી લોકલ ટ્રેનમાં એક મહિલા સાથે છેડછાડ કરવામાં આવી નથી પરંતુ આ ઘટનામાં ચોકાવનારી વાત કે છે કે લોકલ ટ્રેનમાં સવાર અન્ય લોકો આ મહિલાની મદદ કરવાને બદલે માત્ર તમાશો જોઈ રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગુરુવાર રાત ૧૧ વાગ્યાની હોવાની બતાવવામાં આવી રહી છે જેમાં થાણેથી છત્રપતિ શિવાજી ટર્મિનલ જઈ રહેલી લોકલ ટ્રેનના દિવ્યાંગ કોચમાં એક વ્યક્તિ ચઢ્યો હતો અને પહેલેથી જ સવાર મહિલા સાથે છેડછાડ કરવા માંડ્યો હતો.

ટ્રેનમાં સવાર અન્ય લોકો જોતા રહ્યા તમાશો

આ ઘટનાની ચોકાવનારી વાત એ છે કે, આ કોચમાં બેઠેલા અન્ય લોકો મહિલા સાથે થઇ રહેલી છેડછાડને જોતા રહ્યા પરંતુ તેઓની મદદ કરવા માટે તેઓએ સહેજ પણ કષ્ટ ઉપાડ્યો ન હતો. ટ્રેનમાં સવાર એક યાત્રીએ આ ઘટનાનો પૂરો વિડીયો બનાવ્યો હતો અને વાઈરલ થયો હતો.

આ વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો શકો છો કે, આ વ્યક્તિ સીટ પર બેઠેલી મહિલા પર ઉપર ચઢાવા માટે કોશિશ કરી રહ્યો છે અને મહિલાના વિરોધ કર્યા બાદ પણ તે રોકવાનો નામ લઇ રહ્યો ન હતો.

પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ

આ સંપૂર્ણ ઘટના દરમિયાન કોચમાં બેઠેલા કોઈ વ્યક્તિએ મહિલાની મદદ કરી ન હતી સાથે સાથે આ કોચમાં સવાર મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સનો એક જવાન પણ ત્યાં ઉપસ્થિત હતો પરંતુ તેને પણ મહિલાની મદદ કરવા માટે તસ્દી લીધી ન હતી.

જો કે ત્યારબાદ આ ઘટનાની જાણકારી રેલ્વે કંટ્રોલ રૂમમાં કર્યા બાદ પોલીસે દાદર પહોચતાની સાથે તે આરોપીની ધરપકડ કરી હતી. જીઆરપી દ્વારા આરોપીને IPCની ધારા ૩૦૭, ૩૫૪, ૩૨૩ અને ૫૦૪ મુજબ કેસ નોધી ધરપકડ કરવામાં આવી છે.