Not Set/ video : દીકરી નમિતાએ ગંગા નદીમાં આ રીતે કર્યું અટલજીના અસ્થિનું વિસર્જન, જુઓ

હરિદ્વાર, ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે ૯૩ વર્ષની વયે નિધન બાદ સ્મૃતિ સ્થળ ખાતે તમામ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે હવે અટલ બિહારી વાજપેયીના અસ્થિનું હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે. દત્તક દીકરી નમિતાએ અટલજીના અસ્થિનું વિસર્જન કર્યું હતું. #WATCH: Late #AtalBihariVajpayee's daughter Namita immerses his ashes in Ganga river […]

India Trending Videos
Dk8mXPiWwAAo5oN video : દીકરી નમિતાએ ગંગા નદીમાં આ રીતે કર્યું અટલજીના અસ્થિનું વિસર્જન, જુઓ

હરિદ્વાર,

ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે ૯૩ વર્ષની વયે નિધન બાદ સ્મૃતિ સ્થળ ખાતે તમામ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે હવે અટલ બિહારી વાજપેયીના અસ્થિનું હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે. દત્તક દીકરી નમિતાએ અટલજીના અસ્થિનું વિસર્જન કર્યું હતું.

આ પસંગે અટલ બિહારી વાજપેયીનો પરિવાર હાજર રહ્યો હતો. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, સરકારના તમામ મંત્રીની સાથે સાથે હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.

આ પહેલા હરિદ્વારના ભલ્લા કોલેજમાંથી ૨ કિલોમીટર લાંબી અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવી અને તે હર કી પૌડી ઘાટ પર પહોંચી હતી.