નવી દિલ્હી,
સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન જ્યાં ફાઈટર પ્લેન રાફેલની ડીલને લઈ સત્તા પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જયારે બીજી બાજુ હવે સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા સિટીજન એમેન્ડમેન્ટ બિલ મુદ્દે હવે ધમાસાણ ચાલી રહ્યું છે.
All India Trinamool Congress (TMC) MPs protest against the Citizenship Amendment Bill, 2016 in the Parliament premises. pic.twitter.com/jlww8BjFfO
— ANI (@ANI) January 8, 2019
મોદી સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા સિટીજન એમેન્ડમેન્ટ બિલ ૨૦૧૬નો તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમે આ વિડિયોમાં જોઈ શકો છો કે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદો સંસદના પરિસરમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ક પહેરીને વિરોધ કરી રહ્યા છે.
બીજી બાજુ આ બીલના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્ય આસમમાં વર્તમાન શાસક પક્ષ ભાજપમાંથી અસોમ ગણ પરિષદ (એજીપી)એ પોતાનો ટેકો પરત ખેંચી લીધો છે અને લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારને એક ઝટકો લાગ્યો છે.
